Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jharkhand: દેવઘરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, 6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા

Jharkhand building Collapse: ઝારખંડના દેવઘર જિલ્લામાં રવિવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી.જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કામગીરી માટે NDRF તેમજ અન્ય બચાવ ટીમો સ્થળ પર તૈનાત કરી છે. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી, 6 થી 7 લોકો દટાયા હોવાની...
11:22 AM Jul 07, 2024 IST | Hiren Dave

Jharkhand building Collapse: ઝારખંડના દેવઘર જિલ્લામાં રવિવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી.જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કામગીરી માટે NDRF તેમજ અન્ય બચાવ ટીમો સ્થળ પર તૈનાત કરી છે. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી, 6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા છે. હાલ વહીવટી તંત્ર કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યું છે.

દેવઘરના કમિશનર વિશાલ સાગરે કહ્યું કે સીતા હોટલ પાસે એક ઈમારત ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે હાજર છે. ફાયર અને પોલીસ વિભાગ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. દેવઘર કમિશનરના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે 6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોએ બે બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબે, દેવઘરના પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે હાજર છે.

NDRFની ટીમ ઈમારતના કાટમાળને કટર વડે કાપીને હટાવી રહી છે

નિશિકાંત દુબેએ એક પોસ્ટમાં લખ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તરત જ NDRFની ટીમ મોકલી. સવારથી હું ખુદ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક લોકો સાથે ઘટના સ્થળે હાજર છું. સ્થાનિક લોકોએ અત્યાર સુધીમાં 3 લોકોને બચાવ્યા છે અને NDRFએ 1 મહિલાને બચાવી છે. બચાવ કાર્ય ચાલુ છે, દેવઘર AIIMS એ ઘાયલો માટે સારવારની સુવિધા કરી છે.

સ્થાનિક લોકોએ અત્યાર સુધીમાં 3 લોકોને બચાવ્યા છે

બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહેલા NDRFના નિરીક્ષક રણધીર કુમારે જણાવ્યું કે, 'એક વ્યક્તિને બચાવી લેવામાં આવી છે, જ્યારે અન્ય બે લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. એનડીઆરએફની ટીમ ઈમારતના કાટમાળને કટર વડે કાપીને હટાવી રહી છે.આ પહેલા શનિવારે ગુજરાતના સુરતમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. રવિવારે સવાર સુધીમાં કાટમાળમાંથી 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.

આ પણ  વાંચો - Monsoon 2024: ચારધામ યાત્રા મોકૂફ, વરસાદને લઈને ઋષિકેશમાં સંકટની સ્થિતિ

આ પણ  વાંચો - Jagannath Rath Yatra : PM મોદીએ દેશવાસીઓને રથયાત્રાની પાઠવી શુભેચ્છા

આ પણ  વાંચો - Maharashtra: અમરાવતી સેન્ટ્રલ જેલની અંદર બ્લાસ્ટ, પોલીસ બેડામાં દોડધામ

Tags :
building collapseDeogharfearedJharkhandNDRFseveralTrapped
Next Article