JDU ના નેતાનું મોટું નિવેદન, કહ્યું- 'નીતિશ કુમાર ન હોત તો BJP ઝીરો પર આઉટ થતી...!'
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને JDU નેતાના એક મંત્રીએ ગુરુવારે એવું નિવેદન આપ્યું છે જે BJP ને નહીં ગમે. રાજ્યના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મોહમ્મદ ઝમા ખાને કહ્યું કે જો નીતીશ કુમાર બિહારમાં BJP સાથે ન હોત તો લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતવી તેના માટે મુશ્કેલ બની હોત. ખાને કહ્યું કે બિહારના લોકો નીતિશ કુમારના ચહેરા પર વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું કે 2025 માં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી પછી પણ રાજ્યમાં નીતિશ કુમારના નેતૃત્વમાં સરકાર બનશે.
'સમર્થકો ઈચ્છતા હતા કે નીતિશ PM બને'
JDU નેતા ઝમા ખાને નીતિશ કુમારના વખાણ કરતા કહ્યું, 'જો નીતિશ કુમાર BJP સાથે ન હોત તો તે 0 પર આઉટ થઈ ગયા હોત. બિહારની જનતાને નીતિશ કુમારના ચહેરા પર વિશ્વાસ છે. કેન્દ્રમાં જે સરકાર બની છે તે નીતિશ કુમારના સમર્થનથી બની છે. તેઓએ સમાધાન કર્યું છે. નીતિશના તમામ સમર્થકો ઈચ્છતા હતા કે તેઓ PM બને પરંતુ તેમણે કેન્દ્રમાં સરકાર રચવી જરૂરી માન્યું. નીતીશ કુમારના નેતૃત્વમાં કેન્દ્રમાં NDA સરકાર બની ત્યારે લોકો આ બધી વાતો કરતા હતા. બિહારમાં પણ 2025 માં નીતિશ કુમારના નેતૃત્વમાં સરકાર બનશે.
'નીતીશ સરકારમાં ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં'
બિહારમાં PHED વિભાગમાં 350 ટેન્ડર રદ કરવા પર JDU નેતા ઝમા ખાને કહ્યું કે નીતિશ કુમારની સરકારમાં ભ્રષ્ટાચાર સહન કરવામાં આવતો નથી. તેમણે કહ્યું કે જે કોઈ મુશ્કેલી ઉભી કરી રહ્યું છે, પછી ભલે તે ગમે તેટલો પ્રભાવશાળી હોય, તેને બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે વિભાગોમાં થતી ગેરરીતિઓની સમીક્ષા કરવામાં આવી રહી છે અને જો કંઈપણ ખોટું જણાય તો કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહાગઠબંધન સરકાર દરમિયાન પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ (PHED)માં બનેલા 826 કરોડ રૂપિયાના 350 ટેન્ડર રદ કરવામાં આવ્યા છે. આ ટેન્ડરો ગ્રામીણ પાણી પુરવઠા વ્યવસ્થા માટે હતા અને હવે તે નવેસરથી મંગાવવામાં આવશે.
આ પણ વાંચો : CBIએ Neet Paper Leak કેસમાં મનીષ પ્રકાશ અને આશુતોષની કરી ધરપકડ
આ પણ વાંચો : જો તમારે નોકરી જોઇએ તો કરો મારો સંપર્ક, જાણો કયા નેતાએ આવું કહ્યું
આ પણ વાંચો : Black Mail : ઘરમાં ઘુસેલા ચોરે કપલની અંગત પળોનો વિડીયો ઉતાર્યો અને….