ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Bihar માં JDU નેતા સૌરભની ગોળી મારીને હત્યા, લોકસભા પહેલા હત્યાકાંડ

નવી દિલ્હી : બિહારમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન (Lok Sabha Election 2024) થી પહેલા હિંસાની મોટી ઘટના સામે આવી છે. પટનામાં બુધવારે રાત્રે જેડીયુ નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેડીયુ નેતા સૌરભ કુમારના લગ્ન સમારંભથી...
11:43 AM Apr 25, 2024 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
BJP Leader Saurabh Kumar Shot Dead

નવી દિલ્હી : બિહારમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન (Lok Sabha Election 2024) થી પહેલા હિંસાની મોટી ઘટના સામે આવી છે. પટનામાં બુધવારે રાત્રે જેડીયુ નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેડીયુ નેતા સૌરભ કુમારના લગ્ન સમારંભથી પરત ફરતા સમયે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પટનાના પુનપુન વિસ્તારમાં થઇ. આ હુમલામાં સૌરભ કુમારની સાથે હાજર વ્યક્તિને પણ ગોળી વાગી છે. જેડીયુ નેતાની હત્યા બાદ સમર્થકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગુસ્સે ભરાયેલા સમર્થકોએ પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ પર ભારે હોબાળો કર્યો હતો.

બાઇક પર આવેલા શખ્સોએ મારી ગોળી

સૌરભ કુમાર નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) ના યુવા નેતા હતા. તેમને કાલે સાંજે એક સમારંભમાંથી પરત ફરતા સમયે ગોળી મારી દેવામાં આવી હતી. બાઇક પર આવેલા ચાર લોકોએ સૌરભ કુમારના માથામાં બે ગોળી મારી હતી. જ્યારે તેના સાથી મુનમુનને ત્રણ ગોળી મારી હતી. ઘાયલ સ્થિતિમાં બંન્નેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. ડોક્ટર્સે સૌરભ કુમાને મૃત જાહેર કરી દેવામાં આવ્યા અને તેમની સાથે મુનમુનની ગંભીર સ્થિતિમાં સારવાર ચાલી રહી છે.

પીડિત પરિવારને મળવા પહોંચ્યા મીસા ભારતી

ઘટનાની માહિતી મળતાની સાથે જ મોડી રાત્રે પટના પોલીસની એક ખાસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી. હત્યાને કારણે ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ રસ્તા પર ભારે હોબાળો કર્યો હતો. જેડીયુ નેતાની હત્યા અંગે માહિતી મળતાની સાથે જ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી પણ પુનપુન પહોંચ્યા અને પીડિત પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી.

Tags :
Bihar CrimeBihar MurderGujarati NewsGujarati Samacharlatest newsLok Sabha Election 2024Lok Sabha elections 2024patna jdu leader murderSaurabh kumarSpeed NewsTrending News