Jammu Kashmir : આતંકવાદીઓએ બે VDG સભ્યોની આંખે પટ્ટી બાંધી અને પછી મારી ગોળી
- કિશ્તવાડમાં VDGના બે સભ્યોની હત્યા, આતંકીઓનો ફરી એકવાર ઘાટીમાં પગપેસારો
- કાશ્મીરમાં લોહિયાળ ખેલ: VDG સભ્યોની હત્યા, આતંકીઓએ લીધી જવાબદારી
- કિશ્તવાડમાં આતંકનો ભયાનક કૃત્ય: VDG સભ્યોની ગોળી મારીને હત્યા
- કાશ્મીર ટાઈગર્સનું કૃત્ય: VDG સભ્યોને બંધક બનાવી કરી હત્યા
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર લોહિયાળ ખેલ ખેલાયો છે. આતંકવાદીઓએ કિશ્તવાડમાં વિલેજ ડિફેન્સ ગ્રુપ (VDG)ના બે સભ્યોની હત્યા કરી હતી. બંને VDG સભ્યો પશુઓ ચરાવવા જંગલમાં ગયા હતા, જ્યાં આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશનને તેજ કરી દીધું છે.
આતંકીઓનો એકવાર ફરી ઘાટીમાં પગપેસારો
આતંકવાદીઓ ફરી એકવાર ઘાટીમાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદીઓએ બે VDG સભ્યોની હત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ પહેલા તેમની આંખ પર પટ્ટી બાંધી અને પછી ગોળી મારી દીધી. મૃતકોની ઓળખ નઝીર અહેમદ અને કુલદીપ કુમાર તરીકે થઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, જ્યારે નઝીર અહેમદ અને કુલદીપ કુમાર ઘરે પરત ન ફર્યા તો પરિવારે પોલીસને જાણ કરી. આ પછી પોલીસ ટીમે બંને લોકોની શોધ શરૂ કરી. ઘણી શોધખોળ બાદ સુરક્ષાદળોને જંગલમાંથી બંનેના મૃતદેહ મળ્યા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને શોધી રહ્યા છે.
જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી
આ હત્યાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં બંને VDG પશુઓ ચરાવી રહ્યા હતા, ત્યાં આતંકવાદીઓ પહોંચ્યા અને બંનેનું અપહરણ કરી લીધું. આ પછી તેઓ બંનેની આંખો પર પટ્ટી બાંધીને જંગલમાં લઈ ગયા અને પછી ગોળી મારી દીધી. આ ઘટનામાં બે-ત્રણ આતંકીઓ સામેલ હોવાના સમાચાર છે.
આ પણ વાંચો: Jammu & Kashmir : ખાનયારમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, એક આતંકી ઠાર