Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ISRO એ ગગનયાનના ચાર અંતરિક્ષયાત્રીઓની ટ્રેનિંગનો VIDEO કર્યો શેર

23મી ઓગસ્ટે ભારત મનાવશે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઈસરોએ ગગનયાનના એસ્ટ્રોનૉટનો વીડિયો કર્યો રિલીઝ ગગનયાન માટે એસ્ટ્રોનૉટની આકરી તૈયારીનો વીડિયો મિશન ગગનયાન માટે 4 એસ્ટ્રોનૉટની કરાઈ છે પસંદગી   National Space Day 2024: ભારત 23 ઓગસ્ટ 2024 ના રોજ નેશનલ...
isro એ ગગનયાનના ચાર અંતરિક્ષયાત્રીઓની ટ્રેનિંગનો video કર્યો શેર
  1. 23મી ઓગસ્ટે ભારત મનાવશે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ
  2. ઈસરોએ ગગનયાનના એસ્ટ્રોનૉટનો વીડિયો કર્યો રિલીઝ
  3. ગગનયાન માટે એસ્ટ્રોનૉટની આકરી તૈયારીનો વીડિયો
  4. મિશન ગગનયાન માટે 4 એસ્ટ્રોનૉટની કરાઈ છે પસંદગી

Advertisement

National Space Day 2024: ભારત 23 ઓગસ્ટ 2024 ના રોજ નેશનલ સ્પેસ ડે (National Space Day)ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ એ જ તારીખ છે જ્યારે ગયા વર્ષે ISROનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતર્યું હતું. દેશભરમાં નેશનલ સ્પેસ ડેની તૈયારીઓ ચાલી રહી છે. ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથે દેશભરના લોકોને આ ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરી છે. ત્યારે સ્વતંત્રતા દિવસના અવસર પર, ISROએ ગગનયાનના ચાર અવકાશયાત્રીઓની ટ્રેનિંગનો વીડિયો જાહેર કર્યો છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે એરફોર્સના આ ચાર પાઈલટોએ કેવી રીતે સખત ટ્રેનિંગ લીધી છે.

Advertisement

ગગનયાનના ચાર અવકાશયાત્રીઓ ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઈલટ છે. આ ચારેય પાયલટે વાયુસેનાના લગભગ તમામ ફાઈટર જેટ ઉડાવ્યા છે. ચાલો જાણીએ, આ ચાર કોણ છે અને તેમણે કેવી સખત તાલીમ લીધી છે.

Advertisement

આ પણ  વાંચો -

ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર

પ્રશાંતનો જન્મ 26 ઓગસ્ટ 1976ના રોજ કેરળના તિરુવાઝિયાદમાં થયો હતો. તેણે એનડીએ (National Defence Academy)માં પોતાની ટ્રેનિંગ પૂરી કરી હતી. તેણે એરફોર્સ એકેડેમી તરફથી સ્વોર્ડ ઓફ ઓનરનું સન્માન પણ મેળવ્યું છે. તેને 19 ડિસેમ્બર 1998ના રોજ વાયુસેનાના ફાઈટર જેટ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ફાઈટર પાઈલટ બની ગયો હતો. તે CAT-A ક્લાસમાં ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાઈલટ છે. તે લગભગ 3000 કલાક ઉડવાનો અનુભવ ધરાવે છે. પ્રશાંતએ Su-30MKI, MiG-21, MiG-29, Hawk, Dornier, An-32 વગેરે જેવા વિમાનો ઉડાવ્યા છે. તે યુનાઈટેડ સ્ટેટ્સ સ્ટાફ કોલેજ, DSSC, વેલિંગ્ટન અને તાંબરમના FISના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. તે સુખોઈ-30 સ્ક્વોડ્રનના કમાન્ડન્ટ પણ રહી ચૂક્યા છે.

ગ્રૂપ કેપ્ટન અજીત કૃષ્ણન

તામિલનાડુના ચેન્નાઈમાં 19 એપ્રિલ 1982ના રોજ જન્મેલા અજિતે એનડીએમાંથી આર્મીની સંપૂર્ણ ટ્રેનિંગ લીધી છે. તે રાષ્ટ્રપતિ તરફથી ગોલ્ડ મેડલ અને એરફોર્સ એકેડમી તરફથી સ્વોર્ડ ઓફ ઓનરનું સન્માન મેળવી ચૂક્યો છે. 21 જૂન 2003ના રોજ તેને ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમની પાસે ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાઈલટ તરીકેનો 2900 કલાકનો અનુભવ છે. અજિતને Su-30MKI, MiG-21, Mig-21 Bison, Mig-19, Jaguar , Dornier, An-32જેવા વિમાનો ઉડાવ્યા છે. તે DSSC વેલિંગ્ટનના પૂર્વ વિદ્યાર્થી છે.

આ પણ  વાંચો -Bihar : નીતિશ કુમારે બનાવ્યો નવો રેકોર્ડ, આ કામ કરનારા બન્યા પ્રથમ CM...

ગ્રૂપ કેપ્ટન અંગદ પ્રતાપ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 17 જુલાઈ 1982ના રોજ જન્મેલા અંગદ પ્રતાપે એનડીએમાંથી લશ્કરી ટ્રેનિંગ મેળવી હતી. 18 ડિસેમ્બર 2004ના રોજ તેમને વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમની પાસે ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાઈલટ તરીકે લગભગ 2000 કલાકનો અનુભવ છે. અંગદ Su-30MKI, MiG-21, મિગ-29, Jaguar, Hawk, Dornier અને An-32જેવા વિમાનો અને ફાઈટર જેટ્સ ઉડાવી ચૂક્યા છે.

ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા

10 ઓક્ટોબર 1085ના રોજ લખનૌમાં જન્મેલા શુભાંશુએ એનડીએમાંથી લશ્કરી ટ્રેનિંગ મેળવી છે. તેને 17 જૂન 2006ના રોજ એરફોર્સના ફાઇટર સ્ટ્રીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે એક ફાઇટર કોમ્બેટ લીડરની સાથે ટેસ્ટ પાઇલટ પણ છે. તેની પાસે 2000 કલાકનો ઉડાનનો અનુભવ છે. તેણે Su-30MKI, MiG-21, Mig-29, Jaguar ,Hawk, Dornier, An-32 જેવા વિમાનો અને ફાઈટર જેટ્સ ઉડાવ્યા છે.

Tags :
Advertisement

.