Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદ્રયાન-3 ની સફળતા પર ISRO ને લીફ એરિક્સન લૂનર પુરસ્કારથી કરાયું સન્માનિત

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ને આજે હુસાવિક મ્યુઝિયમ દ્વારા પ્રતિષ્ઠિત લીફ એરિક્સન લૂનર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર ISROને લૂનર એક્સપ્લોરેશનને આગળ ધપાવવા સફળ ચંદ્રયાન-3 મિશનના માધ્યમથી ખગોળીય સહસ્યોને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવ્યો છે.  ...
ચંદ્રયાન 3 ની સફળતા પર isro ને લીફ એરિક્સન લૂનર પુરસ્કારથી કરાયું સન્માનિત

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ને આજે હુસાવિક મ્યુઝિયમ દ્વારા પ્રતિષ્ઠિત લીફ એરિક્સન લૂનર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર ISROને લૂનર એક્સપ્લોરેશનને આગળ ધપાવવા સફળ ચંદ્રયાન-3 મિશનના માધ્યમથી ખગોળીય સહસ્યોને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવ્યો છે.

Advertisement

વિદેશ મંત્રીએ પાઠવી શુભેચ્છા

વિદેશ મંત્રી એસ. જયશંકરે ISROને પ્રતિષ્ઠિત લીફ એરિક્સન લૂનર પુરસ્કાર મળવા પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે, '2023 લીફ એરિક્સન લૂનર પુરસ્કાર માટે ISROને અભિનંદન. ચંદ્રયાન-3એ દેશન વધુ એક ગૌરવ આપવ્યું.

Advertisement

Advertisement

ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું

આ અવલર પર ISROના અધ્યક્ષ એસ સોમનાથે એક 'ધન્યવાદ' વીડિયો મેસેજ મોકલ્યો હતો અને સ્પેસ એજન્સી તરફથી એમ્બેસેડર બી. શ્યામને આ એવોર્ડ મળ્યો હતો.

23 ઓગસ્ટે મિશન ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારત ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરનાર ચોથો દેશ બન્યો છે. ચાર વર્ષ પહેલાં ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગની નિરાશા બાદ મિશને માત્ર ટેકનિકલ કૌશલ્ય જ દર્શાવ્યું ન હતું પરંતુ સફળતાનો સંકેત પણ આપ્યો હતો.

આ પણ વાંચો-આ બે મુસ્લિમ ધારાસભ્યોએ સંસ્કૃતમાં શપથ લઈ સૌને ચોંકાવ્યા

Tags :
Advertisement

.