Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું હિમાચલ પ્રદેશમાં જાસૂસી કરી રહ્યું છે ચીન? મંત્રીએ કર્યો દાવો

આંતરરાષ્ટ્રીય સરહદ પર ચીનના ડ્રોન જોવા મળ્યા હિમાચલ પ્રદેશના મંત્રીએ કર્યો દાવો પોલીસ અને સેનાના જવાનોએ પણ આ ડ્રોન જોયા Chinese drone in Himachal Pradesh : હિમાચલ પ્રદેશમાં ચીન દ્વારા ભારતીય સરહદમાં ઘૂસણખોરી અને જાસૂસીની શંકા સામે આવી રહી...
શું હિમાચલ પ્રદેશમાં જાસૂસી કરી રહ્યું છે ચીન  મંત્રીએ કર્યો દાવો
  • આંતરરાષ્ટ્રીય સરહદ પર ચીનના ડ્રોન જોવા મળ્યા
  • હિમાચલ પ્રદેશના મંત્રીએ કર્યો દાવો
  • પોલીસ અને સેનાના જવાનોએ પણ આ ડ્રોન જોયા

Chinese drone in Himachal Pradesh : હિમાચલ પ્રદેશમાં ચીન દ્વારા ભારતીય સરહદમાં ઘૂસણખોરી અને જાસૂસીની શંકા સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભારત-ચીન બોર્ડર (India-China border) પર ડ્રોન (Drones) જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો હિમાચલ પ્રદેશના મંત્રી જગત સિંહ નેગીએ કર્યો છે. તેમના મતે, કિન્નૌર જિલ્લાના પુ બ્લોકના શિપકી લા અને ઋષિ ડોગરી ગામોમાં આ ડ્રોન પ્રવૃત્તિઓ જોવા મળી છે.

Advertisement

ડ્રોનનો જાસૂસી માટે ઉપયોગ?

જગત સિંહ નેગી કિન્નૌર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પણ છે. જગત સિંહ નેગીનું કહેવું છે કે, આ ડ્રોનનો ઉપયોગ ચીન દ્વારા સર્વેલન્સ અને જાસૂસી હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે. આ આશંકા છે કે ચીન આ ડ્રોન દ્વારા ભારતીય સેનાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. કિન્નૌર જિલ્લો એ ભારત-ચીન બોર્ડરનું મહત્વપૂર્ણ સ્થળ છે, અને ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. નેગીએ કહ્યું કે, છેલ્લા અઠવાડિયામાં સરહદી વિસ્તારની નજીક ઘણા ડ્રોન વારંવાર ઉડતા જોવા મળ્યા છે અને ઘણા લોકોએ મને તેની માહિતી પણ આપી છે. તેમનું માનવું છે કે આ ડ્રોન ભારતીય સરહદ પર ચાલી રહેલા રોડ નિર્માણ અને અન્ય ગતિવિધિઓની માહિતી એકત્ર કરવા માટે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "શિપકી લા અને ઋષિદોગરી બંનેમાં LAC સુધીના રસ્તાઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આ ડ્રોન દ્વારા દેખરેખ અને જાસૂસીની શક્યતાને નકારી શકાય નહીં."

પોલીસ અને સેનાના જવાનોએ પણ આ ડ્રોન જોયા

તેમણે કેન્દ્ર સરકારને આ બાબતે ધ્યાન આપવાની અપીલ કરી છે અને કહ્યું છે કે પોલીસ અને સેનાના જવાનોએ પણ આ ડ્રોન જોયા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે આ મામલે જરૂરી સૂચનાઓ જારી કરવી જોઈએ. જણાવી દઈએ કે, કિન્નૌર અને લાહૌલ અને સ્પીતિના આદિવાસી જિલ્લાઓ ચીન સાથે 240 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે જે નવ ઊંચાઈવાળા પર્વતીય માર્ગોમાંથી પસાર થાય છે. મંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ ભારતના એરસ્પેસનું ઉલ્લંઘન કરનારા ચીની ડ્રોન સામે કડક કાર્યવાહી કરે.

Advertisement

આ પણ વાંચો:  'અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓ સુધરી જજો, નહીં તો...' CM Yogi ની કડક ચેતવણી

Advertisement
Tags :
Advertisement

.