Jharkhand: ઝારખંડમાં વિદ્રોહીઓ થયાં બેકાબૂ, જાહેર સંપત્તિઓને પહોંચાડ્યું મોટું નુકસાન
ઝારખંડમાં વિદ્રોહીઓ દ્વારા રેલ્વે ટ્રેક પર વિસ્ફોટ કરાયો
ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના સભ્યોએ રેલ્વે ટ્રેક વિસ્ફોટ કરી મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. તેનાથી હાવડા-મુંબઈ માર્ગ પરની ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. રેલવેના અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાને કારણે ઓછામાં ઓછી 13 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને એકને ડાયવર્ટ કરવામાં આવી હતી.
પશ્ચિમ સિંહભુમના પોલીસ અધિક્ષક આશુતોષ શેખરે જણાવ્યું હતું કે આ ઘટના રાંચીથી લગભગ 150 કિલોમીટર દૂર મહાદેવસલ અને પોસોઇટા રેલવે સ્ટેશનો વચ્ચે દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર ડિવિઝનમાં મોડી રાત્રે ઘટી હતી. તેમણે કહ્યું, “ આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે રેલવે ટ્રેક પર સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે."
વિસ્ફોટ બાદ એક સાથે 13 ટ્રેનો કદ કરાઈ
એક અહેવાલ મુજબ, “મહાદેવસલ અને પોસોઇટા રેલ્વે સ્ટેશનો વચ્ચે ગુરુવારે રાત્રી દરમિયાન લગભગ 10.08 વાગ્યે વિસ્ફોટ થયો હતો, જેના કારણે સેક્શનની ત્રીજી લાઈન ઉડી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિની થઈ ન હતીં. તે ઉપરાંત ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં લગભગ બેથી ત્રણ મીટર ટ્રેકને નુકસાન થયું હતું.
ત્યારે રાઉરકેલા, ટાટાનગર, ચક્રધરપુર અને ઝારસુગુડા સ્ટેશનો પર તરત જ હેલ્પ ડેસ્કની શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે સમરસતા એક્સપ્રેસને ડાયવર્ટ કરવામાં આવી અને 13 ટ્રેનોને રદ કરવામાં આવી છે, જો કે રદ કરાયેલી ટ્રેનોમાં ટાટા-ઈટવારી એક્સપ્રેસ અને નવ MEMU પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Bajrang Punia : સાક્ષી મલિક બાદ બજરંગ પુનિયાએ ચોંકાવ્યા, PM મોદીને પત્ર લખી કહી આ વાત