Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Insurance : જો વરસાદમાં તમારું વાહન બંધ થઇ જાય તો ન કરો આ કામ, નહીં તો...

વીમા કવરેજ અને કુદરતી આફતો વરસાદમાં કાર બંધ કે ખરાબ થઇ જાય ત્યારે એન્જિન ચાલુ ન કરવું અમુક બાબતોનું ધ્યાન રાખી તમે આ સમયે આવનારા નુકાસનને પહોંચી વળશો Insurance : તાજેતરમાં મેઘરાજાનું તાંડવ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે....
insurance   જો વરસાદમાં તમારું વાહન બંધ થઇ જાય તો ન કરો આ કામ  નહીં તો
  • વીમા કવરેજ અને કુદરતી આફતો
  • વરસાદમાં કાર બંધ કે ખરાબ થઇ જાય ત્યારે એન્જિન ચાલુ ન કરવું
  • અમુક બાબતોનું ધ્યાન રાખી તમે આ સમયે આવનારા નુકાસનને પહોંચી વળશો

Insurance : તાજેતરમાં મેઘરાજાનું તાંડવ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે. જેના કારણે ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં રોડ-રસ્તાઓ પણ દેખાતા બંધ થઇ જાય છે. આવી પરિસ્થિતિમાં વાહનને નુકસાન થવું સામાન્ય છે. ઘણા સમય સુધી આપણે અખબાર અને ઇન્ટરનેટ પર એવા ફોટા જોઈ શકીએ છીએ જેમાં કાર પાણીમાં ડૂબેલી જોવા મળી જાય છે. આ સમયે, કોઈએ કારનો વીમો કરાવ્યો હોય તો શું તેને નુકસાનની સંપૂર્ણ રકમ મળશે? ચાલો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

આટલું ધ્યાન રાખવું

જો તમારી કાર પાણીમાં ફસાઈ જાય, તો કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Advertisement

  • એન્જિન બંધ રાખવું : જો તમારા વાહનમાં પાણી ઘૂસ્યું હોય, તો એન્જિન ચાલુ ન કરવું. જો તમે તે પછી પણ એન્જન ચાલુ કરવાનો પ્રયત્ન કરો છો તો તમારી કારને નુકસાન થવાની સંભાવનાઓ વધારે છે.
  • વાહનને ચલાવશો નહીં : એન્જિનને ચાલુ કર્યા વિના વાહનને બહારથી ધકેલવું.
  • ફોટા અને વીડિયો લેવા : તમારા કારના નુકસાનના ફોટા અને વીડિયો લઇ લો. તમારુ વાહન કેટલું ડુબ્યું છે એના પર્સેન્ટેજ મુજબ ગાડીનો ક્લેઇમ સેટલમેન્ટ કરવામાં આવશે એટલે ફોટા ખૂબ કામ આવશે. જે વીમાના દાવામાં તમારી મદદ કરશે.
  • દસ્તાવેજ તૈયાર રાખવા : વીમા કંપની દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો તૈયાર રાખો, જેથી દાવો મંજૂર થવામાં સરળતા આવે.

વીમા કંપની કેવી રીતે ચૂકવણી કરે છે?

વિમાની ચુકવણી સમયે, વીમા કંપનીની આ બાબતો પર નજર રહે છે.

સમારકામનો ખર્ચ : જો તમારી કારને રિપેર કરવું શક્ય છે, તો રિપેર ખર્ચ IDV (Insured Declared Value) કરતાં ઓછો છે કે નહીં.
IDV મૂલ્ય : જો રિપેરનો ખર્ચ IDV કરતાં વધુ છે, તો કારને કુલ નુકસાન માનવામાં આવે છે અને તમને IDV મૂલ્ય આપવામાં આવશે. IDV દરેક વર્ષે 10% ઘટતી રહે છે.

Advertisement

કયા પ્રકારનો વીમો જરૂરી છે?

કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ એ એક વીમા પૉલિસી છે જે તમારા વાહનને વિવિધ પ્રકારની નુકસાનોથી સુરક્ષિત કરે છે. જો તમારી પાસે comprehensive insurance છે, તો જ તમે કુદરતી આફતોના કારણે થયેલા નુકસાન માટે દાવો કરી શકો છો. comprehensive insurance માં, તમે વરસાદથી થયેલા નુકસાન, વૃક્ષો પડવાથી અથવા ભૂસ્ખલનથી થયેલા નુકસાન માટે પણ વળતર મેળવી શકો છો. બીજી બાજુ, થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સમાં આવું કવરેજ નથી.

વીમાના બે મુખ્ય ઘટકો

ઓન-ડેમેજ કવર

આ કવર તમારી ગાડીને આપત્તિઓ અથવા અન્ય કારણોસર થયેલા નુકસાનને આવરી લે છે. જેમ કે, વરસાદ કે પૂરના પાણીમાં ફસાઈને વાહનના એન્જિન અથવા તેની બોડીમાં થયું નુકસાન. જણાવી દઇએ કે, વરસાદ કે પૂરના કારણે ક્યારેક એન્જિન અને બોડીમાં ભારે નુકસાન થઈ શકે છે.

થર્ડ પાર્ટી કવર

આ કવર તમારી ગાડીના કારણે અન્ય લોકોના વાહનો કે વ્યક્તિઓને થયેલા નુકસાનને આવરી લે છે. આ કિસ્સામાં વીમા કંપની ત્રીજા પક્ષને થયેલા નુકસાન માટે ખર્ચ ચૂકવે છે.

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ફાયદો

મોટાભાગના લોકો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પસંદ કરે છે, પરંતુ તે માત્ર તૃતીય પક્ષના દાવાઓ માટે યોગ્ય છે. કુદરતી આફતોના કારણે થયેલા નુકસાન માટે તમારે comprehensive insurance લેવાની જરૂર છે. વીમાની પસંદગી કરતી વખતે, આ નિયમોને ધ્યાનમાં રાખવું ખૂબ મહત્વપૂર્ણ છે.

આ રીતે, જો તમે યોગ્ય વીમો રાખો છો, તો કુદરતી આફતોના સમયે તમારી કારને લગતા નુકસાન માટે યોગ્ય વળતર મેળવી શકો છો.

આ પણ વાંચો:  Rains Update : જળમગ્ન બન્યા દેશના અનેક રાજ્યો, ભારે વરસાદથી રસ્તા અને અંડરપાસ પાણીમાં ગરકાવ

Tags :
Advertisement

.