Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘૂસણખોરી કરતા 11 બાંગ્લાદેશીઓની BSF એ કરી ધરપકડ, ભારત અને BANGLADESH ની બોર્ડર ઉપર કરાયું રેડ એલર્ટ

બાંગ્લાદેશના ઘણા નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે BSF એ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 11 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી વચગાળાની સરકારના શપથ લીધા બાદ પણ BANGLADESH માં હિંસા અને પ્રદર્શન ચાલુ BANGLADESH માં થયેલી હિંસાએ આખા...
ઘૂસણખોરી કરતા 11 બાંગ્લાદેશીઓની bsf એ કરી ધરપકડ  ભારત અને bangladesh ની બોર્ડર ઉપર કરાયું રેડ એલર્ટ
  • બાંગ્લાદેશના ઘણા નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
  • BSF એ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 11 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી
  • વચગાળાની સરકારના શપથ લીધા બાદ પણ BANGLADESH માં હિંસા અને પ્રદર્શન ચાલુ

BANGLADESH માં થયેલી હિંસાએ આખા વિશ્વનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે. બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ તેમના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પણ દેશ છોડીને ભાગીને જવું પડ્યું હતું. ઠેર ઠેર હિંસા અને અવ્યવસ્થાને કારણે હવે બાંગ્લાદેશના ઘણા નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે BSF એ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મેઘાલયની સરહદોથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 11 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. બાંગ્લાદેશમાં આવેલા રાજકીય સંકટ બાદ ભારતની BANGLADESH સાથેની બોર્ડર ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

BANGLADESH ના લોકોની ઘૂસણખોરી થઈ નિષ્ફળ

બાંગ્લાદેશ હિંસા બાદ હજી પણ ત્યાંની પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે. જેના કારણે બાંગ્લાદેશના નાગરિકો ભારતની બોર્ડર ઉપરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિવસે દિવસે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અગાઉ, 9 ઓગસ્ટે, BSF, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ની મદદથી, પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં બાંગ્લાદેશ સાથેની સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. મળતી માહિતીના અનુસાર, બીએસએફને માહિતી મળી કે બિહારમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર 1,000 બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં શરણ મેળવવાના ઈરાદાથી સરહદ પાર કરી રહ્યા છે. જેના બાદ બીએસએફે આ બાંગ્લાદેશી નાગરિકોને પરત લેવા માટે તરત જ BGBનો સંપર્ક કર્યો. આ પછી, બંને એજન્સીઓ દ્વારા ખાતરી કરવામાં આવી હતી કે સરહદ પર પરિસ્થિતિ શાંતિપૂર્ણ રીતે નિયંત્રિત છે.

Advertisement

અગાઉ પણ કરાઇ છે ધરપકડ

ઉલ્લેખનીય છે કે, અગાઉ મુંબઈમાંથી 5 બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ હતી. તેઓ બાંગ્લાદેશ-ભારત સરહદેથી ઘૂસણખોરી કરીને ત્યાંથી નવી મુંબઈ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વચગાળાની સરકારના શપથ લીધા બાદ પણ BANGLADESH માં હિંસા અને પ્રદર્શન ચાલુ છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન શરૂ થયા બાદથી તેને હિંસક સ્વરૂપ લીધું હતું. જેના બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું પડયું હતું અને તેમણે દેશ છોડવો પડ્યો હતો.

આ પણ વાંચો : મહિલાઓને બતાવતો હતો પોર્ન ફિલ્મ, કર્યા છે અનેક લગ્ન; KOLKATA ના દુષ્કર્મ અને મર્ડર કેસના આરોપીની ક્રૂરતા તમને ચોંકાવી દેશે

Advertisement

Tags :
Advertisement

.