Indigo એ પેસેન્જર પાસેથી વસૂલ્યો 'Cute Charge', સોશિયલ મીડિયા પર શરૂ થઇ ચર્ચા
- ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા લેવામાં આવતા વિવિધ પ્રકારના ચાર્જને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા
- 'ક્યૂટ ચાર્જ' એ વાસ્તવમાં 'કોમન યુઝર ટર્મિનલ ઇક્વિપમેન્ટ ચાર્જ'
- આ ચાર્જ એરપોર્ટ પર ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોના ઉપયોગ માટે વસૂલવામાં આવે છે
- સોશિયલ મીડિયા પર આ મામલે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ
તાજેતરમાં ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines) ના એક યુઝર દ્વારા શેર કરાયેલા સ્ક્રીનશોટને કારણે સોશિયલ મીડિયા (Social Media) પર ભારે હોબાળો મચી ગયો છે. આ સ્ક્રીનશોટ (Screenshot) માં ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines) દ્વારા લેવામાં આવતા વિવિધ પ્રકારના ચાર્જ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હતો 'Cute Charges'.
શું છે આ 'Cute Charges'?
એક યુઝરે ઈન્ડિગો એરલાઈન્સને ટેગ કરીને પોસ્ટ કર્યું હતું કે તેમની પાસેથી ટિકિટની સાથે 'Cute Charges' તરીકે 50 રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ સિવાય 'User Development Fee' અને 'Aviation Security Fee' જેવા અન્ય ચાર્જ પણ લેવામાં આવ્યા હતા. સ્ક્રીનશૉટ મુજબ, કંપનીએ કુલ 10,023 રૂપિયાની ટિકિટ પર 50 રૂપિયાનો 'Cute Charges' લગાવ્યો હતો. આ સિવાય તેમણે 'User Development Fee' પેટે રૂ. 1,03 અને 'Aviation Security Fee' પેટે રૂ. 236 વસૂલ્યા હતા. યુઝર્સે આ ત્રણ ફી પર સવાલ ઉઠાવ્યા હતા કે શું કંપની યાત્રીઓ પાસેથી તેમના સુંદર હોવા બદલ પૈસા વસૂલે છે?
ઈન્ડિગો એરલાઈન્સનું સ્પષ્ટીકરણ
સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે ચર્ચા થતાં, ઈન્ડિગો એરલાઈન્સે આ મામલે સ્પષ્ટતા કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, 'Cute Charges' એ વાસ્તવમાં 'Common User Terminal Equipment Charge' છે. આ ચાર્જ એરપોર્ટ પર ઉપયોગમાં લેવાતા મેટલ ડિટેક્શન મશીન, એસ્કેલેટર અને અન્ય સાધનોના ઉપયોગ માટે વસૂલવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
આ મામલે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક યુઝર્સે ઈન્ડિગો એરલાઈન્સના આ ચાર્જને અયોગ્ય ગણાવ્યો છે, તો કેટલાકે કંપનીના સ્પષ્ટીકરણને સ્વીકાર્ય માન્યું છે.
આ પણ વાંચો: ફ્લાઇટમાં મુસાફરો ત્યારે ડરી ગયા જ્યારે પાયલોટે કહ્યું - Sorry મને વિમાન લેન્ડ કરતા નથી આવડતું