ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંચતત્વમાં વિલિન થયા ભારતના દિવ્ય 'Ratan', રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

પંચતત્વમાં વિલિન થયા રતન ટાટા અંતિમ દર્શન માટે રાજનીતિ, વ્યાપાર, રમતગમત અને મનોરંજન જગતના ઘણા મોટા નામો આવ્યા રતન ટાટાના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા Ratan Tata : મુંબઈના વર્લી સ્થિત સ્મશાનભૂમિમાં ઉદ્યોગપતિ રતન ટાટાના રાજકીય સન્માન...
07:16 PM Oct 10, 2024 IST | Hardik Shah
Ratan Tata Funeral in Mumbai

Ratan Tata : મુંબઈના વર્લી સ્થિત સ્મશાનભૂમિમાં ઉદ્યોગપતિ રતન ટાટાના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ભારતના અનમોલ રતન આખરે પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓ અહીં પહોંચ્યા હતા અને તેમને અંતિમ વિદાય આપી હતી.

પંચતત્વમાં વિલિન Tata

રતન ટાટાની અંતિમ વિદાય સમયે મુંંબઈના રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી. કોલાબામાં ટાટાના નિવાસસ્થાનથી NCPA (National Institute of Performing Arts) અને પછી સ્મશાનભૂમિ સુધી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને રાજનીતિ, વ્યાપાર, રમતગમત અને મનોરંજન જગતના ઘણા મોટા નામો તેમના અંતિમ દર્શન કરવા આવ્યા હતા. મુંબઈ પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

બુધવારે, 86 વર્ષની વયે, તેમણે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતની સરકારોએ ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. અગાઉ, રતન ટાટાના પાર્થિવ દેહને લોકોના અંતિમ દર્શન માટે દક્ષિણ મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA) ખાતે સવારે 10.30 થી બપોરે 3.55 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો જ્યાં વિવિધ વર્ગના હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. ટાટા ગ્રુપને વૈશ્વિક ખ્યાતિ સુધી પહોંચાડવાનો શ્રેય રતન ટાટાને જાય છે.

ક્યારેય અબજોપતિઓની યાદીમાં જોવા મળ્યા નહીં

ઉલ્લેખનીય છે કે, 'નમ્ર' ઉદ્યોગપતિ તરીકે ઓળખાતા રતન ટાટા વિશ્વના સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિઓમાંના એક હતા અને તેઓ 30 થી વધુ કંપનીઓના માલિક હતા જે 3 ખંડોના 100 થી વધુ દેશોમાં કાર્યરત હતી. પરંતુ તે ક્યારેય અબજોપતિઓની યાદીમાં જોવા મળ્યા ન હોતા. અન્યથા એ અપેક્ષા રાખવી તાર્કિક હોઈ શકે છે કે એક વ્યક્તિ જેણે ભારતમાં 6 દાયકા સુધી એક સમયે સૌથી મોટું બિઝનેસ સામ્રાજ્ય ચલાવ્યું હતું તે હજી પણ કંપનીઓ પર પ્રચંડ પ્રભાવ ધરાવે છે. તમને લાગશે કે તે ટોપ 10 કે 20 સૌથી ધનિક ભારતીયોમાંનો એક હશે. પરંતુ તેમ નથી. તેનું કારણ રતન ટાટા દ્વારા ટાટા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ મોટા પાયે પરોપકારી કાર્ય હોઈ શકે છે.

આ પણ વાંચો:  રતન ટાટાની અંતિમ વિદાયમાં જોવા મળી ભારતની એકતા, સર્વે ધર્મોના ગુરુઓએ આપી અશ્રુભરી વિદાય

Tags :
Breach Candy Hospitaldifferent religion in Ratan Tata funeralGujarat FirstHardik Shahmukesh ambaniRatan TataRatan Tata Deathratan tata death newsRatan Tata FuneralRatan Tata funeral liveRatan Tata funeral NewsRatan Tata last rite locationRatan Tata last ritesRatan Tata list ritesRatan Tata live updateratan tata prayer meet
Next Article