Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian Railways : ફરી એકવાર ખુલી રેલ્વેની પોલ, AC માંથી લીક થયું પાણી

જબલપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસમાંથી લીક થયું પાણી કોચની અંદર AC માંથી છલકાયું પાણી જબલપુર નિઝામુદ્દીન એક્સપ્રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ભારતીય રેલ્વે (Indian Railways) ને દેશની લાઈફલાઈન (Country's Lifeline) કહેવામાં આવે છે. સમયાંતરે રેલ્વે (Railway) માં સુધારો કરવામાં આવે છે...
indian railways   ફરી એકવાર ખુલી રેલ્વેની પોલ  ac માંથી લીક થયું પાણી
  • જબલપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસમાંથી લીક થયું પાણી
  • કોચની અંદર AC માંથી છલકાયું પાણી
  • જબલપુર નિઝામુદ્દીન એક્સપ્રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ભારતીય રેલ્વે (Indian Railways) ને દેશની લાઈફલાઈન (Country's Lifeline) કહેવામાં આવે છે. સમયાંતરે રેલ્વે (Railway) માં સુધારો કરવામાં આવે છે જેથી મુસાફરોને કોઇ તકલીફો થાય નહીં. લાંબા અંતર માટે, લોકો AC કોચમાં રિઝર્વેશન કરીને મુસાફરી કરે છે. ટ્રેનમાં કોઈ અસુવિધા થાય તો લોકોની મુસાફરી બગડી જાય છે. આ દરમિયાન જબલપુર નિઝામુદ્દીન એક્સપ્રેસ (Jabalpur Nizamuddin Express) નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ટ્રેનની છત પરથી મુસાફરો પર પાણી પડતું જોવા મળી રહ્યું છે.

Advertisement

કોચની અંદર AC માંથી પાણી છલકાયું હતું

જબલપુર નિઝામુદ્દીન એક્સપ્રેસના AC કોચમાં અચાનક છત પરથી પાણી પડવા લાગ્યું. આ દરમિયાન ઉપરની બર્થ પર સૂતો એક મુસાફર ગભરાઈને જાગી ગયો હતો. ધોધની જેમ આ પાણી નીચેની બર્થ પર બેઠેલા મુસાફરો પર પડી રહ્યું હતું. ટ્રેનની છત પરથી અચાનક પાણી પડતું જોઈને મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન એક મુસાફરે તેનો વીડિયો બનાવ્યો હતો. પહેલા તો મુસાફરોને લાગ્યું કે ટ્રેનની છત પરથી પાણી ટપકતું હતું. પછી ખબર પડી કે, વીડિયોમાં ટ્રેનની છત પર લાગેલા ACમાંથી પાણી પડતું જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે ટ્રેન ચાલી રહી હતી ત્યારે AC માં અચાનક ખામી સર્જાઈ હતી, જેના કારણે બહારની જગ્યાએ પાણી અંદર પડવા લાગ્યું હતું. ઘણીવાર તમે જોયું હશે કે, જ્યારે AC રૂમને ઠંડુ કરે છે ત્યારે ACનું પાણી પાઇપ દ્વારા બહાર આવે છે.

Advertisement

કોંગ્રેસે વીડીયો શેર કરીને કેન્દ્રની ઝાટકણી કાઢી

જબલપુર નિઝામુદ્દીન એક્સપ્રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસે ટ્વિટર પર વીડિયો શેર કરીને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, રીલ મંત્રીજી, શું વાત છે. તમે ટ્રેનમાં મુસાફરોને ધોધની સુવિધા આપી છે. જબલપુર નિઝામુદ્દીન એક્સપ્રેસમાં આ અનોખો ધોધ જોવા મળ્યો હતો. લોકોએ પણ પ્રવાસ કરવો જોઈએ અને ધોધનો આનંદ માણવો જોઈએ. શાનદાર, અદ્ભુત, જીંદાબાદ.

આ પણ વાંચો:  Mullaperiyar Dam : જો આ ડેમ તૂટ્યો તો 5 રાજ્યોના 35 લાખ લોકોના જીવ જોખમમાં મુકાશે

Advertisement

Tags :
Advertisement

.