Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Indian Navy rescue Irani boat: Irani FV Omari ને ભારતીય નૌકાદળના જાબાંજોએ બચાવ્યું લુંટારુઓથી

Indian Navy rescue Irani boat: Indian Navy ના યુદ્ધ જહાજ INS શારદાને 31 જાન્યુઆરી 2024 ના રોજ માહિતી મળી હતી કે, સોમાલિયાના પૂર્વ કિનારે દરિયાઈ લુંટારુઓએ Irani Ship પર હુમલો કર્યો હતો. ત્યારે તાત્કાલિક સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. જો...
08:51 PM Feb 02, 2024 IST | Aviraj Bagda
Irani FV Omari rescued from pirates by Indian Navy personnel

Indian Navy rescue Irani boat: Indian Navy ના યુદ્ધ જહાજ INS શારદાને 31 જાન્યુઆરી 2024 ના રોજ માહિતી મળી હતી કે, સોમાલિયાના પૂર્વ કિનારે દરિયાઈ લુંટારુઓએ Irani Ship પર હુમલો કર્યો હતો. ત્યારે તાત્કાલિક સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે Irani FV Omari Track કરવામાં આવ્યું હતું.

Indian Navy rescue Irani boat

તેનું લોકેશન INS શારદા યુદ્ધ જહાજ પર મોકલવામાં આવ્યું હતું. આ પછી યુદ્ધ જહાજ બંધક બોટ તરફ ઝડપથી આગળ વધ્યું. કારણ કે... Irani FV Omari જહાજ પર લુંટારુઓએ માછીમારોને બે દિવસથી બંધક બનાવીને રાખ્યા હતા. ત્યારે આજરોજ Irani FV Omari ને લુંટારુઓથી Indian Navy દ્વારા Rescue કરવામાં આવ્યું છે.

Indian Navy એ સૌપ્રથમ હેલિકોપ્ટર વડે હવાઈ સૂચના જાહેર કરી હતી. તે પછી Naval Commando બંધક જહાજ તરફ આગળ વધ્યા હતા. ત્યારે Indian Naval Commando ને આવતા જોઈ લુંટારુઓએ હાર માની લીધી. આ જહાજમાંથી 11 ઈરાની અને 8 પાકિસ્તાની બંધકોને મુક્ત કર્યા હતા.

Indian Naval Commando એ 7 સોમાલી લુંટારુઓને પકડી લીધા હતા. દરિયાઈ સુરક્ષાને વધારવા માટે Indian Navy ના યુદ્ધ જહાજો હિંદ મહાસાગર ક્ષેત્રમાં (IOR) સતત તૈનાત છે.

 

Indian Navy એ અત્યાર સુધીમાં કુલ 3,440 જહાજો અને 25,000 થી વધુ ખલાસીઓને બચાવ્યા છે. ભારતીય નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પ્રાદેશિક અને સમુદ્રીય દળો સાથે સક્રિયપણે સંકળાયેલું છે.

Indian Navy એ 25 ભાગીદાર દેશ અને 40 થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે લુંટારુઓને પકડી પાડવાના એકમો તૈયાર કર્યા છે. પ્રાદેશિક દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે ભારત સરકારે Information Fusion Center – Indian Ocean Region (IFC-IOR) ની સ્થાપના કરી છે.

આ પણ વાંચો: શું Acharya Pramod Krishnam કોંગ્રેસનો સાથ છોડશે? પ્રધાનમંત્રીના કર્યા ભરપૂર વખાણ

Tags :
action piratescommandoGujaratGujaratFirstIndiaIndian NavyIndian Navy rescueIndian Navy rescue Irani boatIraniIrani boatNaval CommandoPiratesRescue
Next Article