Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India vs Pakistan: સીઝફાયર ઉલ્લંઘન પર ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી!

પાકિસ્તાનની અવળચંડાઈ પર ભારતનો જવાબ ભારતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં આપી ચેતવણી સીઝફાયર ઉલ્લંઘન પર ભારતની આકરી ચેતવણી હોટલાઈન પર બંને દેશના DGMO વચ્ચે વાતચીત સીમા પર તત્કાલ ફાયરિંગ રોકે પાકિસ્તાનઃ ભારત India vs Pakistan: ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ...
india vs pakistan  સીઝફાયર ઉલ્લંઘન પર ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી
Advertisement
  • પાકિસ્તાનની અવળચંડાઈ પર ભારતનો જવાબ
  • ભારતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં આપી ચેતવણી
  • સીઝફાયર ઉલ્લંઘન પર ભારતની આકરી ચેતવણી
  • હોટલાઈન પર બંને દેશના DGMO વચ્ચે વાતચીત
  • સીમા પર તત્કાલ ફાયરિંગ રોકે પાકિસ્તાનઃ ભારત

India vs Pakistan: ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ગઈકાલે હોટલાઇન પર વાત કરી હતી અને પાકિસ્તાન દ્વારા કોઈ ઉશ્કેરણી વિના કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન અંગે ચર્ચા કરી હતી. ભારતે પાકિસ્તાનને એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા કોઈ પણ ઉશ્કેરણી વિના યુદ્ધવિરામ ઉલ્લંઘન સામે ચેતવણી આપી છે.

કેબિનેટ સમિતિ  CCS બેઠક મળી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે આતંકવાદી અને તેના આકાઓનો નાશ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં મોદી સરકાર હવે સંપૂર્ણ સક્રિય દેખાઈ રહી છે. આજે રાજધાની દિલ્હીમાં ખૂબ જ હલચલ જોવા મળી રહી છે કારણ કે 'સુપર કેબિનેટ'બેઠક યોજાઈ રહી છે.PM મોદી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (CCS) અને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. સીસીએસ એ સરકારી સંસ્થા છે જે રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર સૌથી મોટા નિર્ણયો લે છે. કેબિનેટ સમિતિઓમાં CCPA સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. CCPA ને ઘણીવાર 'સુપર કેબિનેટ'તરીકે ઓળખવામાં આવે છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Pahalgam Attack : પ્રવાસીઓનું લોકેશન આતંકીઓને કોણે આપ્યું? હુમલા બાદ ભગવામાં પણ કરી મદદ

નિયંત્રણ રેખા નજીક ગોળીબાર કર્યો

પાકિસ્તાને 26 અને 27 એપ્રિલની રાત્રે તુતમારી ગલી અને રામપુર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક ગોળીબાર કર્યો હતો. ત્યારે પણ ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણી કાર્યવાહી કરી છે.

આ પણ  વાંચો -BIG BREAKING: કેન્દ્ર સરકાર કરાવશે જાતિ આધારિત વસ્તી ગણતરી!

સીમા પર તત્કાલ ફાયરિંગ રોકે પાકિસ્તાનઃ ભારત

પાકિસ્તાન પોતાની હરકતોથી પાછળ હટી રહ્યું નથી.તેણે સતત ચોથી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.પૂંછ અને કુપવાડામાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પરથી ગોળીબાર કરવામાં આવ્યો છે. ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો.ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનની ગતિવિધિઓ અટકી રહી નથી. પાકિસ્તાની સેનાએ પૂંછ અને કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. તેણે નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને ચોથી રાત માટે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

AIR INDIA ની દિલ્હી-વોશિંગ્ટન ફ્લાઈટ વિયેનામાં અટકાવી દેવાઈ, જાણો કારણ...

featured-img
રાષ્ટ્રીય

Patanjali ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ કોઈપણ નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે - દિલ્હી હાઈ કોર્ટ

featured-img
ક્રાઈમ

Surat : સચિન વિસ્તારના તળાવમાંથી ધો. 9 નાં વિદ્યાર્થીનો મૃતદેહ મળવાનો મામલો, તપાસ કમિટીની રચના

featured-img
Top News

ISRO NISAR Satellite: પૃથ્વીની સપાટી પર નજર રાખવા 'શક્તિશાળી' ઉપગ્રહ લોન્ચ કરાશે, જાણો તેની વિશેષતા

featured-img
Top News

VADODARA : જૂની અદાવતે મૂર્તિઓ તોડીને નુકશાન પહોંચાડ્યું, એક ઝબ્બે

featured-img
રાષ્ટ્રીય

Madhya Pradesh : બાગેશ્વર ધામમાં ટેન્ટ તૂટી પડ્યો, એક ભક્તનું મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ

×

Live Tv

Trending News

.

×