Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UNESCO World Heritage માટે ભારતે ‘મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ’ નું નામાંકન કર્યું

UNESCO World Heritage: UNESCO ની વિશ્વ વિરાસતની 2024-25ની યાદીમાં મરાઠા કાળના કિલ્લાઓનું ભારત દ્વારા નામંકન કરવામાં આવ્યું છે. સોમવારે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર ભારતે 2024-25માં UNESCO World Heritage ની સૂચી માટે ‘ ’ નું નામાંકન...
unesco world heritage માટે ભારતે ‘મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ’ નું નામાંકન કર્યું

UNESCO World Heritage: UNESCO ની વિશ્વ વિરાસતની 2024-25ની યાદીમાં મરાઠા કાળના કિલ્લાઓનું ભારત દ્વારા નામંકન કરવામાં આવ્યું છે. સોમવારે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર ભારતે 2024-25માં UNESCO World Heritage ની સૂચી માટે ‘ ’ નું નામાંકન કર્યું છે. આ કિલ્લાઓની વાત કરવામાં આવે તો તેનું નિર્માણ સત્તરમી સદીથી લઈને ઓગણીસમી સદી દરમિયાન કરવામાં આવ્યું છે.

Advertisement

ભારતના 42 હેરિટેજ સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો

આ કિલ્લાઓ મરાઠા સેનાની અસાધારણ લશ્કરી વ્યવસ્થા અને મજબૂત કિલ્લેબંધીનો મજબૂત પુરાવો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં યુનેસ્કોની આ યાદીમાં ભારતના 42 હેરિટેજ સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં રાષ્ટ્રીય રાજધાનીના ત્રણ સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય છે. આ કિલ્લાઓ તે વખતે મરાઠા શાસન કાળ દરમિયાન તેનું નિર્માણ કરાયું હતું.

મળતી વિગતો પ્રમાણે જે કિલ્લાઓનું નામ યૂનેસ્કોની મંજૂરી માટે મોકવામાં આવ્યા તેમાં, મહારાષ્ટ્ર સાલ્હોર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખંડેલી કિલ્લા, રાયગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજય દુર્ગ અને તમિલનાડુંના જિંજી કિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

આમાંથી 12 કિલ્લાઓ તો મરાઠા કાળમાં બનાવેલા

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 390 થી વધારે કિલ્લાઓ આવેલા છે. જેમાંથી માત્ર 12 કિલ્લાઓ તો મરાઠા કાળમાં બનાવેલા છે. તેમાં આઠ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરત્રક્ષણ કરવામાં આવ્યા છે. જેમાંથી શિવનેરી કિલ્લો, લોહગઢ, ખંડેલી કિલ્લા, રાયગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજયદુર્ગ, સિંધુ દુર્ગ અને જિંજી કિલ્લાનો સમાવેશ આવે છે. જ્યારે શેષ સાલ્હેર કિલ્લો, ખંડેરી કિલ્લો, રાજગઢ, પ્રતાપગઢ મહારાષ્ટ્ર સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક દ્વારા સુરક્ષિત કરાયેલા છે.

આ પણ વાંચો: Sri Lanka માં પ્રથમ વખત અશોક સ્તંભની આધારશિલા રખાઈ, ભારત માટે ખાસ વાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.