Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતને 4 અરબ ડોલરમાં અમેરિકા વિધ્વંસક આ ડ્રોન સોંપશે, જાણો ખાસિયત

Predator drone માટે US હસ્તાક્ષર કરવા માટે તૈયાર Predator drone ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે MQ-9B Predator drone ની ખાસિયતો MQ-9B Predator Drones : ફરી એકવાર ભારતીય સૈન્ય દળની શક્તિમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા ભારતીય...
ભારતને 4 અરબ ડોલરમાં અમેરિકા વિધ્વંસક આ ડ્રોન સોંપશે  જાણો ખાસિયત
  • Predator drone માટે US હસ્તાક્ષર કરવા માટે તૈયાર
  • Predator drone ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે
  • MQ-9B Predator drone ની ખાસિયતો

MQ-9B Predator Drones : ફરી એકવાર ભારતીય સૈન્ય દળની શક્તિમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા ભારતીય સૈનિકો પોતાના દુશ્મને સરળતાથી એકપણ સૈનિકનો જીવ જોખમમાં મૂક્યા વિના દુશ્મનને માત આપી શકે છે. તેના માટે ભારત અને અમેરિકા વચ્ચે એક મહાકાય અને વિધ્વંસક Drone માટે હાથ મળાવ્યા છે. આ Droneનું નામ Predator drone છે.

Advertisement

Predator drone માટે US હસ્તાક્ષર કરવા માટે તૈયાર

ત્યારે ભારત આવતા મહિને 31 General Atomics MQ-9B Predator drone ખરીદવા માટે US સાથે હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે. ભારતીય સંરક્ષણ મંત્રાલય આ ડીલ માટે ડ્રાફ્ટ નોટને અંતિમ સ્વરૂપ આપશે. ત્યારબાદ નાણા મંત્રાલય અને વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક સમિતિની અંદર આ ડ્રાફ્ટ નોટને મંજૂરી આપવામાં આવશે. તો ભારત અને અમેરિકા વચ્ચે આ કરાર કુલ 3500 કરોડ રૂપિયા હેઠળ કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયની કોન્ટ્રાક્ટ નેગોશિયેશન કમિટીના રિપોર્ટને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: આ ભારતીયને ટ્વિટર ચૂકવતું હતું 100 કરોડ, પછી આવ્યો Elon નામનો શનિ

Advertisement

Predator drone ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે

એક અહેવાલ મુજબ ઓક્ટોબરના મધ્યમાં કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ કરારમાં ટેક્નોલોજીનું કોઈ ડાયરેક્ટ ટ્રાન્સફર (ToT) નહીં હોય, 31 General Atomics MQ-9B Predator drone ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે. Drone નિર્માતા જનરલ એટોમિક્સ ભારતમાં રોકાણ કરશે અને ભારતીય કંપનીઓ પાસેથી 30 ટકાથી વધુ ઘટકોનું સોર્સિંગ કરશે. Drone નિર્માતા જનરલ એટોમિક્સ પણ DRDO અને અન્ય લોકોને આવા ઊંચાઈવાળા Drone બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડશે. આ કરાક હેઠળ ભારતીય દરિયાઈ સેના માટે પણ અમુક નવા ડ્રોનને મંજૂરી આપવામાં આવી છે.

Advertisement

MQ-9B Predator drone ની ખાસિયતો

31 General Atomics MQ-9B Predator drone એ 40 કલાક સતત ઉડી શકે છે. MQ-9B Predator drone ની મહત્મ ઊંચાઈ 40 હજાર ફૂટ નક્કી કરવામાં આવી છે. MQ-9B Predator drone માં 170 હેલફાયર મિસાઈલ, 310 GBU-39B પ્રિસિઝન-ગાઈડેડ ગ્લાઈડ બોમ્બ, નેવિગેશન સિસ્ટમ્સ, સેન્સર ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ જેવી સુવિધાઓ રહેલી છે. બીજી તરફ DRDO દ્વારા વિકસાવવામાં આવી રહેલી નેવલ શોર્ટ-રેન્જ એન્ટિ-શિપ મિસાઇલ (NASM-SR) નો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દરેક 90 સેકન્ડે ભૂકંપના આંચકા થવાથી 9 દિવસ ધરતી ધ્રુજી, જાણો રહસ્ય

Tags :
Advertisement

.