Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારતે રાજનીતિક, આર્થિક અને કૂટનીતિક મોર્ચે પાકિસ્તાનની ઘેરાબંધી કરવાની શરૂઆત કરી છે.
pahalgam terror attack   પહેલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક
Advertisement
  • ડિપ્લોમેટિક બાદ પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક
  • ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ બ્લોક
  • આઈટી મંત્રાલયના અનુરોધ પર Xની કાર્યવાહી
  • રાજનીતિક, આર્થિક અને કૂટનીતિક મોર્ચે ઘેરાબંધી

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહીનો રસ્તો અપનાવ્યો છે. આ હુમલાને પગલે ભારતે રાજનીતિક, આર્થિક અને કૂટનીતિક મોર્ચે પાકિસ્તાનની ઘેરાબંધી કરવાની શરૂઆત કરી છે. આ શ્રેણીમાં ભારતે ડિજિટલ ક્ષેત્રે મોટું પગલું ભરતા પાકિસ્તાન સરકારના અધિકૃત X એકાઉન્ટને ભારતમાં બ્લોક કરી દીધું છે. આ કાર્યવાહી ભારતના આઈટી મંત્રાલયના અનુરોધ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Pahalgam Terror Attack : જો આ app મોબાઈલમાં ન હોત તો આતંકવાદીઓ પ્રવાસીઓ સુધી પહોંચી શક્યા ન હોત

Advertisement

ભારતની પાકિસ્તાન સામે રણનીતિ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેની પાછળ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોનો હાથ હોવાનું ભારતનું માનવું છે. આ હુમલાને ગંભીરતાથી લેતા ભારતે પાકિસ્તાન સામે બહુપાંગી રણનીતિ અપનાવી છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોને વધુ સીમિત કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ઉચ્ચ સ્તરીય બેઠકો રદ કરવી અને આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની નીતિઓનો વિરોધ કરવાનો સમાવેશ થાય છે.

Advertisement

આતંકવાદી હુમલા બાદ મોદી સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરીને ઘણા મોટા નિર્ણયો લીધા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર સકંજો કસ્યો છે. ભારતે ડિજિટલ સ્ટ્રાઈકની સાથે રાજનીતિક, આર્થિક અને કૂટનીતિક મોર્ચે પાકિસ્તાનની ધેરાબંધી કરી છે.

આ પણ વાંચો :  Pahalgam Terror Attack : ભારત બાલાકોટ કરતા પણ વધુ ખતરનાક કાર્યવાહી કરશે, સરહદ પારથી આવવા લાગ્યા સંકેતો

Tags :
Advertisement

.

×