આ અમેરિકન કંપનીનો ભારત મોટો મોટો પ્લાન! 5 લાખ લોકોને આપશે ઉંચા પગારની નોકરી, TATA સાથે ખાસ સંબંધ
મુંબઇ : એક તરફ ભારત વિશ્વની સૌથી ઝડપી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા બની રહ્યું છે, તો બીજી તરફ સમગ્ર વિશ્વની દિગ્ગજ કંપનીઓ સમગ્ર દેશમાં પોતાના વ્યાપારનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહી છે. આવી જ એક વૈશ્વિક દિગ્ગજ કંપની APPLE કે જે iPhone નું ઉત્પાદન કરે છે તેણે ભારતમાં બમ્પર ભરતીની તૈયારી કરી લીધી છે. એક રિપોર્ટમાં સરકારી સુત્રોના હવાલાથી દાવો કર્યો કે, આ અમેરિકી કંપની આગામી ત્રણ વર્ષમાં 5 લાખથી વધારે લોકોને નોકરીઓ આપી શકે છે.
હાલ દેશમાં એપલના 1.5 લાખ કર્મચારી
દિગ્ગજ અમેરિકી કંપની આઇફોન નિર્માતા APPLE ભારતમાં પોતાનું પ્રોડક્શન હાઉસ વધારવા અંગે ફોકસ કરી રહી છે અને તેના માટે આગામી 3થી 5 વર્ષમાં મહત્તમ કર્મચારીઓને રોજગારી આપવા માટે પણ તૈયાર છે. પીટીઆઇના એક અહેવાલ અનુસાર સરકારી સુત્રોના હવાલાથી આ ખુલાસો કરવામાં આવ્યો છે. હાલ ભારતમાં એપલ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં 1.5 લાખ કરતા વધારે કર્મચારીઓ કામક રી રહ્યા છે. જેમાં Tata Group ની કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics) દ્વારા સંચાલિત બે પ્લાન્ટના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
પ્રોડક્શનમાં 5 ગણો વધારો કરવાની તૈયારી
APPLE એ ભારતીય બજારમાં પોતાના કદમને આગળ વધારતા ગત્ત વર્ષે પોતાના જે સ્ટોર્સ શરૂ કર્યા હતા તેમાંથી એક APPLE BKC અને બીજો APPLE SAKET છે. સરકારી અધિકારીઓના હવાલાથી આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, એપલ ભારતમાં લોકોની ભરતીમાં વધારો કર્યો છે. આ ઉપરાંત પોતાના આગામી 4-5 વર્ષમાં કંપની ભારતમાં પ્રોડક્શનને પાંચ ગણુ વધારીને 40 અબજ ડોલર (આશરે 3.32 લાખ કરોડ રૂપિયા) કરવાની યોજના બનાવી રહી છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના અનુસાર APPLE પહેલીવાર 2023 માં સૌથી વધારે રેવન્યુ સાથે ભારત બજારની લીડિંગ કંપની છે, જ્યારે સેમસંગ વોલ્યુ વેચાણ મામલે આગળ છે.
ગત્ત વર્ષે એપલે બેંગ્લુરૂમાં પોતાની એક નવી ઓફીસ ખોલી હતી. જેમાં હાલ આશરે 1200 કર્મચારી કામક રી રહ્યા છે. આ ઉપરાંત કંપનીનું કાર્યાલય પહેલાથી જ મુંબઇ, હૈદરાબાદ અને ગ્રુરુગ્રામમાં સંચાલિત થઇ રહ્યું છે.
ટાટાનું એપ્પલ સાથે છે કનેક્શન
દેશના સૌથી જુના ઉદ્યોગપતિઓ પૈકી એક TATA GROUP ની સાથે એપલનું ખાસન કનેક્શ છે. ટાટા સમુહે ભારતમાં આઇફોન મેન્ચ્યુફેક્ચરિંગ સાથે જોડાયેલું છે અને TATA એ Wistron Corp નું અધિગ્રહણ નવેમ્બર 2023 માં 12.5 કરોડ ડોલરમાં કર્યું હતું. ભારતમાં એપલ માટે આઇફોનનું કામ ત્રણ વેંડર્સ પાસે છે. જેમાં વિસ્ટ્રોન, પેગાટ્રોન અને ફોક્સકોનનો સમાવેશ થાય છે. ટાટા ગ્રુપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં એપ્પલ માટે બે પ્લાન્ટનું સંચાલન કરી રહ્યું છે.