ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tamil nadu માં પડી રહ્યો છે અવિરત વરસાદ, ઘણા વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમા પાણી

કર્ણાટકમાં અવિરત વરસાદ IMDએ યલો એલર્ટ જાહેર કર્યું તમિલનાડુમાં રેડ એલર્ટ Tamil nadu Rain :કર્ણાટકમાં મંગળવારથી સતત વરસાદ પડી રહ્યો છે અને હજી સુધી તેમાં વિરામ ન આવતા સ્થિતિ વધુ ગંભીર બનતી દેખાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ...
08:59 AM Oct 16, 2024 IST | Hardik Shah
Rain in Tamil nadu

Tamil nadu Rain :કર્ણાટકમાં મંગળવારથી સતત વરસાદ પડી રહ્યો છે અને હજી સુધી તેમાં વિરામ ન આવતા સ્થિતિ વધુ ગંભીર બનતી દેખાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કર્ણાટક માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે તમિલનાડુમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જારી કરાયું છે. ચેન્નઈ સહિત રાજયના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે.

24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી

IMD એ ચેતવણી આપી છે કે આવનારા 24 કલાકમાં કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વર્તમાન હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકોએ સાવચેત રહેવા માટે સુચના આપવામાં આવી છે. તમિલનાડુના ખાસ કરીને ચેન્નઈમાં સાવચેતી અનિવાર્ય બની છે, કારણ કે ભારે વરસાદથી નદી-નાળા ભારે વહેતા થઈ રહ્યા છે. IMDએ આગાહી કરી છે કે કર્ણાટક અને તમિલનાડુમાં આ વરસાદી પરિસ્થિતિ 18 ઓક્ટોબર સુધી ચાલે એવી શક્યતા છે. જેથી સ્થાનિક લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને સલામતી માટે સાવચેત રહેવાની સુચના આપવામાં આવી છે.

ભારે વરસાદના કારણે ટ્રેનો અને બસ સેવાઓ પ્રભાવિત

ભારે વરસાદને કારણે કર્ણાટક અને તમિલનાડુમાં અનેક સેવાઓને અસર થઈ છે. ઘણા વિસ્તારોમાં બસ સેવાઓ ઠપ થઈ છે, જ્યારે દક્ષિણ રેલવે દ્વારા 4 ટ્રેનો રદ કરવામાં આવી છે, જેમાં ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. કેટલાક રૂટ પરની ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે, અને કેટલીકને ચેન્નાઈ સેન્ટ્રલ પહોંચતા પહેલાં જ અટકાવવામાં આવી છે. કેટલીક ટ્રેનોને ચેન્નાઈના ઉપનગરીય અવાડી સ્ટેશન તરફ સ્થાનાંતરિત કરવામાં આવી છે. સતત વરસાદને કારણે પેસેન્જરો ન આવતા, ઘણી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે.

IMD એ આ જાણકારી આપી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા મંગળવારે સાંજે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે હવામાન પ્રણાલી આજે સાંજે 5:30 વાગ્યે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં, ચેન્નાઈથી લગભગ 490 કિમી પૂર્વમાં અને નેલ્લોરથી 590 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતી. IMDએ કહ્યું કે 17 ઓક્ટોબરે આ ડિપ્રેશન ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારાને પાર કરશે. 17 ઓક્ટોબર સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં પવનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. IMDનું અનુમાન છે કે તોફાની હવામાન ગુરુવાર પછી ધીમું પડી જશે.

આ પણ વાંચો:  3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના, શાળા-કોલેજો બંધ; આ રાજ્યમાં Red Alert

Tags :
aaj ka mausamchennai raindelhi mausamDelhi mausam SamacharGujarat FirstHardik ShahRainRajasthan Mausamtamil nadu rainTamil Nadu Rain Newsweather news
Next Article