સાવધાન! રસ્તા પર પક્ષીઓને દાણા નાંખ્યા તો...આ શહેરમાં નવો નિયમ લાગુ
- દિલ્હી MCD નો મોટી નિર્ણય
- પક્ષીઓને દાણા ખવડાવ પર થશે દંડ
- ભંગ કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી
Delhi new: આપણે ગાયને રોટલી, ઘાસ તથા પક્ષીઓને દાણા નાંખીએ છીએ. મોટા ભાગે ક્યાંય ચાર રસ્તા હોય કે શેરી હોય. ત્યાં જાહેરમાં આપણે પંખીઓ અને પ્રાણીઓને ખવડાઇએ છીએ. પરંતુ હવેથી તમે જો જાહેર સ્થળોએ પશુ પંખીઓને ખવડાવતા (Pigeon feeding)જોવા મળ્યા તો તમને દંડ થઇ શકે છે. આવો જાણીએ ક્યાં આવ્યો છે આવો નિયમ અને કેટલો થશે દંડ ?
નવા નિયમ હેઠળ રસ્તાની બાજુમાં અથવા જાહેર સ્થળોએ પક્ષીઓ અને રખડતા પ્રાણીઓને ખવડાવવા બદલ ₹200 થી ₹500 સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ નિર્ણયનો હેતુ રસ્તાની બાજુમાં કચરો ફેંકવા અને ટ્રાફિકમાં અવરોધ અટકાવવાનો છે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે રાજધાની દિલ્હીમાં.
કેટલીક મહત્વપૂર્ણ જગ્યા પર નિયમ લાગુ
દિલ્હીની શેરીઓ ચાર રસ્તાઓ અને જાહેર સ્થળોએ કબૂતરો અને અન્ય પ્રાણીઓને ખવડાવતા હોવ તો હવે તમારે સાવધાન રહેવાની જરૂર છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ આ અંગે કડક નિયમ બનાવ્યો છે. જો કે MCDએ કેટલીક મહત્વપૂર્ણ જગ્યાઓ પર આ(MCD challan) નિયમ લાગુ કર્યો છે. આ નિયમ કાશ્મીરી ગેટ પર તિબેટીયન બજાર, ઇદગાહ ચોકડી અને પંચકુઇયા રોડ પર સ્મશાન ઘાટ પાસે લાગુ કરવામાં આવ્યો છે. એમસીડીએ સરકારી જમીન પર પક્ષીઓનો ખોરાક વેચતા તમામ (Public nuisance)ગેરકાયદેસર દુકાનદારોને પણ દૂર કર્યા છે. આ ઉપરાંત બધી જગ્યાઓ સાફ કરવામાં આવી છે અને માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડ પર સ્પષ્ટપણે લખેલું છે કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાની મનાઈ છે.
આ પણ વાંચો -Rajya sabha: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર,કહ્યું-31 માર્ચ 206 સુધીમાં......
નહી તો દંડ ફટકારાશે
એસપી સિટી વંદના રાવે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ ઓળખાયેલા સ્થળોએ દેખરેખ વધારી દીધી છે. જો કોઈ વ્યક્તિ રસ્તાની બાજુમાં પક્ષીઓ કે પ્રાણીઓને ખવડાવતા પકડાશે તો તેના વાહનનો નંબર નોંધવામાં આવશે. આ પછી ટ્રાફિક પોલીસની મદદથી વાહન માલિકને શોધી કાઢવામાં આવશે અને ચલણ તેના ઘરે મોકલવામાં આવશે. તેમણે કહ્યું છે કે શરૂઆતમાં લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, પરંતુ જો વારંવાર નિયમો તોડવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો -મોદી સરકારે જળ સંપત્તિના સંવર્ધન પર ધ્યાન આપ્યું છે- કેન્દ્રીય જળમંત્રી સી. આર. પાટીલ
ટ્રાફિક સુગમ રાખવાનો હેતુ
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે રસ્તાઓ સ્વચ્છ રાખવા અને ટ્રાફિક સુગમ રાખવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ પક્ષીઓના ખોરાકને કારણે રસ્તાઓ ગંદા થઈ જાય છે અને રખડતા પ્રાણીઓ ત્યાં ભેગા થઈને ટ્રાફિકને અવરોધે છે. MCDએ લોકોને અપીલ કરી છે કે તેઓ રસ્તાની બાજુમાં ખોરાક ફેંકવાને બદલે નિયુક્ત સ્થળોએ પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વારંવાર ઉલ્લંઘન કરવા બદલ વધુ દંડ પણ લાદવામાં આવી શકે છે.