ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'ઓનલાઈન બાળકો જન્મ લેશે તો તે સ્ટીલના હશે કે પછી..!' સાંસદનું વિચિત્ર નિવેદન

રીવાના સાંસદનું ઓનલાઈન બાળકોનું નિવેદન વાયરલ ટેકનોલોજીથી પતિ-પત્ની એકબીજાથી દૂર થયા: સાંસદ જનાર્દન મિશ્રા ઓનલાઈન બાળકોનો જન્મ થશે, તેઓ સ્ટીલના બનેલા હશે? સાંસદનો સવાલ "હું પતિ-પત્નીની પથારીમાં ડોકિયું નથી કરતો": સાંસદ મિશ્રા 50-60 વર્ષ પછી ઓનલાઈન બાળકોનો જન્મ થશે?...
10:37 PM Nov 09, 2024 IST | Hardik Shah
Rewa MP Janardhan Mishra says Online Child

Rewa MP Janardhan Mishra : નેતાઓ ઘણીવાર પોતાના નિવેદનથી હસીના પાત્ર બની જાય છે. આવું જ કઇંક રીવાના સાંસદ જનાર્દન મિશ્રા સાથે થયું છે. જેમનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જનાર્દન મિશ્રાએ સરકારી એન્જિનિયરિંગ કોલેજ, રીવા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આજકાલ લોકો ઓનલાઈન લગ્ન કરી રહ્યા છે. સવાલ એ છે કે 50 થી 60 વર્ષ પછી જ્યારે બાળકો ઓનલાઈન જન્મ લેશે ત્યારે શું તેઓ સ્ટીલના બનેલા હશે કે માંસ અને હાડકાના... લોકો કહે છે કે આજે પતિ-પત્ની બેડ પર એક બીજાની સામે જોવાની જગ્યાએ અલગ-અલગ દિશામાં ચહેરો ફેરવીને સુવે છે. આ તમારા દ્વારા બનાવવામાં આવેલું જ ઉપકરણ છે, જેણે પતિ-પત્નીને એકબીજાનો સામનો કરવાને બદલે વિરુદ્ધ દિશામાં કરી દીધા છે.

સાંસદે કહ્યું એવું કે સૌ કોઇ ચોંકી ગયા

રીવાના સાંસદ જનાર્દન મિશ્રાએ એન્જીનીયરીંગ કોલેજના સુવર્ણ જયંતિ કાર્યક્રમ પ્રસંગે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ટેકનોલોજી આજે માનવ જીવનને અસર કરી રહી છે. આજે આપણે એન્જીનીયરીંગ કોલેજની 60મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ, પરંતુ શું 60 વર્ષ પછી પણ અહીં આવનારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ તરીકે હાજર રહેશે, શું પ્રિન્સિપાલ, પ્રોફેસર બધા માણસો જ રહેશે કે પછી તેમની જગ્યાએ મશીનો આવશે. આજે આ પ્રશ્ન વિશ્વ સમક્ષ છે. તમારે બધાએ આનો વિચાર કરવો જોઈએ કારણ કે આ તમારા નિર્માણના સાધનો છે.

https://img.cdn.sortd.mobi/live-gujaratfirst-com-prod-sortd/media1a54fe40-9ebd-11ef-8a0d-b337f681f873.mp4

પતિ-પત્નીની પથારીમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો નથી : સાંસદ

રીવાના સાંસદે કહ્યું- અત્યારે પતિ-પત્ની... હું નથી જાણતો, મેં કોઈ પતિ-પત્નીની પથારીમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ લોકો કહે છે કે હવે પતિ-પત્ની સાથે સૂઈ જાય છે ત્યારે તેમાંથી એકનો ચહેરો ઉત્તરની તરફ હોય છે તો બીજાનો દક્ષિણ તરફ હોય છે અને તેઓ હવે એકબીજાની જગ્યાએ મોબાઈલને પ્રેમ કરતા થઇ ગયા છે. આ તમારા દ્વારા બનાવેલું ઉપકરણ છે જેનાથી પતિ-પત્ની એકબીજાને જોવાની જગ્યાએ વિપરીત દિશામાં જોતા થઇ ગયા છે. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ, રાજ્યપાલ, ઉચ્ચ શિક્ષણ મંત્રી સહિત દેશના જાણીતા એન્જિનિયરો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

50-60 વર્ષ પછી ઓનલાઈન બાળકોનો જન્મ થશે : સાંસદ

જનાર્દન મિશ્રાએ કહ્યું કે આજે લોકો ઓનલાઈન લગ્ન કરવા લાગ્યા છે. આજથી 50-60 વર્ષ પછી ઓનલાઈન બાળકોનો જન્મ થશે ત્યારે તેઓ સ્ટીલના બનેલા હશે કે માંસ અને હાડકાના... આ આજે વિચારવાની જરૂર છે. આપણી માનવતા, પ્રેમ, સૌહાર્દ અને સામાજિક એકતા આજે કેવી રીતે અકબંધ રહી શકે તે વિશે આપણે વિચારવું પડશે. આપણું સામાજિક જીવન સુગંધિત થતું રહે તે પણ આપણે વિચારવાની જરૂર છે. આજે પણ વિજ્ઞાન માટે આ એક મોટો પડકાર છે. કૉલેજના વિદ્યાર્થી હોવાને કારણે તમારી પાસે પણ આ પડકાર છે, તમે તેને કેવી રીતે હલ કરશો.

આ પણ વાંચો:  Husband-Wife ના ઝઘડાથી રેલવેને 3 કરોડનું નુકસાન! જાણો કેેવી રીતે

Tags :
Bypoll in Budhni MPCM Mohan yadav railly for bjpGujarat FirstHardik ShahOnline ChildRewa MP Janardhan Mishra says Online Child
Next Article