ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pahalgam Attack: જો કોઈ વિમાન પાકિસ્તાનમાંથી પસાર થાય તો...! શાહબાઝ સરકારે ભારતને આપી મોટી ચેતવણી

પાકિસ્તાને ભારતથી આવતી કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે તેની એર સ્પેસ બંધ કરી દીધી છે. ભારતની કાર્યવાહીથી નિરાશ થઈને પાકિસ્તાને ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક બોલાવી છે.
05:12 PM Apr 24, 2025 IST | MIHIR PARMAR
પાકિસ્તાને ભારતથી આવતી કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે તેની એર સ્પેસ બંધ કરી દીધી છે. ભારતની કાર્યવાહીથી નિરાશ થઈને પાકિસ્તાને ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક બોલાવી છે.
featuredImage featuredImage
'No Entry' pak air space gujarat first

Pahalgam Attack: મંગળવારે (22 એપ્રિલ 2025) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. ભારતે 1960 ની સિંધુ જળ સંધિને સમાપ્ત કરવા સહિત આવા ઘણા પગલાં લીધા છે, જેણે પાકિસ્તાનના નાગરિકોને અસર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન પાકિસ્તાને એર સ્પેસને લઈને મોટો નિર્ણય લીધો છે.

પાકિસ્તાને એર સ્પેસ બંધ કર્યો

પાકિસ્તાને ભારતથી આવતી કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે તેની એર સ્પેસ બંધ કરી દીધી છે. પાકિસ્તાનની શાહબાઝ સરકારના જણાવ્યા અનુસાર, હવે ભારતીય ફ્લાઈટ્સને પાકિસ્તાની એર સ્પેસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના અને રાજદ્વારી સંબંધો ઘટાડવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી.

પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ ઈશાક ડારે બુધવારે મોડી રાત્રે એક ખાનગી ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા ભારતની કાર્યવાહીને ઉતાવળમાં લીધેલો નિર્ણય ગણાવ્યો હતો. પહેલગામ હુમલા બાદ જેદ્દાહથી તુરંત પરત ફરતી વખતે PM મોદીનું વિમાન પાકિસ્તાનની એરસ્પેસમાંથી પસાર ન થયું અને બીજો રસ્તો પસંદ કર્યો. આ પહેલા મંગળવારે (22 એપ્રિલ 2025) જેદ્દાહ જતી વખતે PMનું વિમાન પાકિસ્તાનની એરસ્પેસમાંથી પસાર થયું હતું.

આ પણ વાંચો :  Deputy CM એકનાથ શિંદેનું મોટું નિવેદન, 'પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક 3 ની તૈયારીઓ શરૂ'

ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી

પહેલગામ આતંકવાદી હુમલાના પગલે, ભારતે બુધવારે પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધોમાં ભારે ઘટાડો કરવા, છ દાયકાથી વધુ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને અટારી ચેકપોસ્ટ બંધ કરવા સહિતના અનેક નિર્ણયો લઈને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો. 1 મે ​​સુધીમાં, રાજદ્વારી સંબંધોમાં વધુ ઘટાડા દ્વારા, પાકિસ્તાની અને ભારતીય હાઈ કમિશનમાં નિયુક્ત લોકોની કુલ સંખ્યા 55 થી ઘટાડીને 30 કરવામાં આવશે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે CCS એ નિર્ણય લીધો છે કે હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમના પ્રાયોજકોને જવાબદાર ઠેરવવામાં આવશે. મિસરીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું વિશ્વસનીય રીતે બંધ નહીં કરે. 1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત રહેશે.

આ પણ વાંચો :  Pahalgam Terror Attack: 3000 કરોડનું નુકસાન, અટારી-વાઘા બોર્ડર બંધ થવાથી પાકિસ્તાનને થશે આ નુકસાન

Tags :
Air space Closurecross border terrorismGujarat FirstIndia Pakistan TensionsIndus Waters TreatyMihir Parmarnational securitypahalgam attackpm modiShahbaz SharifSouth Asia Crisis