Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'મારા કાર્યક્રમમાં કોઇ કોંગ્રેસના કૂતરા ઘૂસવાનો પ્રયત્ન કરશે તો...' MLA નું વિવાદિત નિવેદન

ધારાસભ્ય સંજય ગાયકવાડનું વિવાદાસ્પદ નિવેદન કોંગ્રેસનો કૂતરો ઘૂસશે તો દાટી દઈશ": ધારાસભ્ય ગાયકવાડના વિવાદિત શબ્દો જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયા આપીશ : ગાયકવાડ મહારાષ્ટ્રના બુલઢાણા વિધાનસભા સીટના ધારાસભ્ય સંજય ગાયકવાડ (Sanjay Gaekwad) ફરી...
 મારા કાર્યક્રમમાં કોઇ કોંગ્રેસના કૂતરા ઘૂસવાનો પ્રયત્ન કરશે તો     mla નું વિવાદિત નિવેદન
  • ધારાસભ્ય સંજય ગાયકવાડનું વિવાદાસ્પદ નિવેદન
  • કોંગ્રેસનો કૂતરો ઘૂસશે તો દાટી દઈશ": ધારાસભ્ય ગાયકવાડના વિવાદિત શબ્દો
  • જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયા આપીશ : ગાયકવાડ

મહારાષ્ટ્રના બુલઢાણા વિધાનસભા સીટના ધારાસભ્ય સંજય ગાયકવાડ (Sanjay Gaekwad) ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમણે એકવાર ફરી નવું ભડકાઉ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે જો તેમના કાર્યક્રમમાં કોઈ "કોંગ્રેસના કૂતરાં" ઘૂસવાનો પ્રયાસ કરશે તો તેઓ તેમને ત્યાં જ દફનાવી દેશે. તેમણે આ નિવેદન મુખ્યમંત્રી એકનાથ શિંદેના સરકાર (Chief Minister Eknath Shinde) ની "મુખ્યમંત્રી લાડકી બહેન યોજના"ના કાર્યક્રમના સંદર્ભમાં આપ્યું છે. આ પહેલાં પણ ગાયકવાડે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) આપ્યું હતું, જેના માટે તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

રાહુલ ગાંધીને લઈને ગાયકવાડનું વિવાદાસ્પદ નિવેદન

પત્રકારો સાથે વાત કરતા ગાયકવાડને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના જિલ્લામાં મહિલાઓ માટે સરકારની 'મુખ્યમંત્રી લાડકી બહેન યોજના' વિશેના કાર્યક્રમમાં ભાગ લેશે. શિંદે જૂથના વિધાનસભ્ય ગાયકવાડે કહ્યું કે જો કોઈ કોંગ્રેસી કૂતરો મારા કાર્યક્રમમાં ઘૂસવાનો પ્રયાસ કરશે તો હું તેને ત્યાં દાટી દઈશ. શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે પણ રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. ધારાસભ્યએ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જે પ્રકારનું નિવેદન આપ્યું છે તેનાથી કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં તેમણે જૂઠાણા ફેલાવીને મત લીધા હતા કે બંધારણ ખતરામાં છે, ભાજપ બંધારણ બદલશે અને આજે અમેરિકામાં તેમણે કહ્યું કે બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરે જે અનામત આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે તેઓ બંધારણને નાબૂદ કરશે. તેમના મોઢામાંથી આવા શબ્દો નીકળ્યા છે કે, જે કોઈ તેમની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયા આપીશ.

Advertisement

વિવાદ પર ધારાસભ્યએ શું કહ્યું?

રાહુલ ગાંધી સાથે જોડાયેલા વિવાદાસ્પદ નિવેદન અંગે પૂછવામાં આવતા ગાયકવાડે કહ્યું કે, મેં નિવેદન આપ્યું છે. જો મેં માફી નથી માંગી તો મુખ્યમંત્રીએ આવું કેમ કરવું જોઈએ? દેશના 140 કરોડ લોકોમાંથી 50 ટકા લોકોને અનામત મળે છે. જે વ્યક્તિએ અનામત હટાવવાની વાત કરી હતી તેના વિશે આપેલા નિવેદન પર હું અડગ છું.

ભાજપે ગાયકવાડના નિવેદનને ફગાવ્યું

આ મામલે રાજ્ય ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગાયકવાડની ટિપ્પણીથી પાર્ટીને દૂર કરી છે. તેમણે કહ્યું, ભાજપ મહાગઠબંધન સરકારનો એક ઘટક છે. હું ગાયકવાડની ટિપ્પણીઓને સમર્થન નથી કરતો.

Advertisement

આ પણ વાંચો:  યુપીના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા

Tags :
Advertisement

.