PM Modi એ મહારાષ્ટ્રના નિવાસીઓની માથું નમાવીને માફી માંગી
Maharshtra ના લોકોની માથું નમાવીને માફી માગી હતી
રાજ્ય સરકાર પર ઘારદાર કટાક્ષો કરવામાં આવ્યા હતાં
ભાજપ નૌકાદળને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહી
Shivaji Statue Collapse : આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Maharshtra ના સિંધુદુર્ગમાં લોકોને સંબોધિત કર્યા હતાં. ત્યારે તેમણે પોતાના સંબોધન દરમિયાન Maharshtra ના લોકોની માથું નમાવીને માફી માગી હતી. સિંધુદુર્ગમાં PM Modi એ કહ્યું કે હું Shivaji Maharaj ના ચરણોમાં માથું નમાવીને માફી માંગું છું. જોકે ગયા વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડેના અવસરે વડાપ્રધાને સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ Shivaji Maharaj ની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તો Shivaji Maharaj ની આ પ્રતિમા 26 ઓગસ્ટના રોજ તૂટી પડી હતી.
રાજ્ય સરકાર પર ઘારદાર કટાક્ષો કરવામાં આવ્યા હતાં
Maharshtra ના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને તેને પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે. Maharshtra ના મુખ્યમંત્રીએ કહ્યું કે લગભગ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે પ્રતિમા પડી અને તૂટી પડી છે. તો બીજી તરફ Shivaji Maharaj ની પ્રતિમા પડવાની આ ઘટનાએ Maharshtra ના રાજકારણમાં તબાહી આવી ગઈ હતી. કારણ કે... આ ઘટનાને લઈ વિપક્ષ દ્વારા રાજ્ય સરકાર પર ઘારદાર કટાક્ષો કરવામાં આવ્યા હતાં. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર કામની ગુણવત્તા પર કોઈ ધ્યાન આપી રહી નથી અને શિવાજીની પ્રતિમા સાથે પણ આવું જ થયું છે.
#WATCH | Palghar, Maharashtra: PM Narendra Modi speaks on the Chhatrapati Shivaji Maharaj's statue collapse incident in Malvan
He says, "Those who consider Chhatrapati Shivaji Maharaj as their deity and have been deeply hurt, I bow my head and apologise to them. Our values are… pic.twitter.com/oLaDLDaWbI
— ANI (@ANI) August 30, 2024
આ પણ વાંચો: Jharkhand politics:આખરે ઝારખંડના પૂર્વ CM ચંપાઇ સોરેન ભાજપમાં જોડાયા
ભાજપ નૌકાદળને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહી
ભાજપ સરકાર પર નિશાન સાધતા શિવસેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે ભાજપના ભ્રષ્ટ શાસનમાં એક મહાન વ્યક્તિત્વની પ્રતિમા પણ ભ્રષ્ટાચારનો શિકાર બની શકે છે. આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે કલ્પના પણ કરી શકાતી નથી કે છત્રપતિ Shivaji Maharaj, જેમનું આપણે ખૂબ સન્માન કરીએ છીએ, તેઓ પણ ભાજપના ભ્રષ્ટાચારનો શિકાર બનશે. આ સિવાય વિપક્ષી નેતાઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભાજપ આ ઘટના માટે નૌકાદળને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીની ભારત ડોજો યાત્રા પર Mayawati એ શું કરી ટિપ્પણી?