HYDERABAD હવે નથી રહ્યું આંધ્રપ્રદેશની રાજધાની, જાણો તેના પાછળનું કારણ
HYDERABAD : ભારતની લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આવતી કાલે થવાની છે. તેના પહેલા એક મોટા સમાચાર સામે આવી રહયા છે. હૈદરાબાદ શહેર કે જે તેની સ્વાદિષ્ટ બિરીયાની, ભવ્ય રામોજી સ્ટુડિયો અને મોહક ચાર મિનાર માટે પ્રખ્યાત છે, તેના લગતા સમાચાર સામે આવી રહ્યા છે.હૈદરાબાદ બે રાજ્યોની રાજધાની હતી પરંતુ હવે માત્ર એક રાજ્યની રાજધાની છે.હૈદરાબાદએ આંધ્ર પ્રદેશ અને તેલંગણાની રાજધાની હતી. પરંતુ હવે હૈદરાબાદ હવે આંધ્ર પ્રદેશની રાજધાની રહી નથી.
🚨 Hyderabad is no longer the common capital of Andhra Pradesh and Telangana from today.
Andhra Pradesh still doesn't have a proper capital. pic.twitter.com/5lqHD8Mvwu
— Indian Tech & Infra (@IndianTechGuide) June 3, 2024
નોંધનીય છે કે, 2014 માં આંધ્રપ્રદેશના વિભાજન પછી, તેલંગાણા એક નવા રાજ્ય તરીકે બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ હૈદરાબાદ બંનેની રાજધાની હતી.પરંતુ 2 જૂન, 2024 થી, હૈદરાબાદ માત્ર તેલંગાણાની રાજધાની છે. હૈદરાબાદ હવે આંધ્ર પ્રદેશની રાજધાની નથી.ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશના વિભાજન પછી, તેલંગાણાની રચના કરવામાં આવી હતી અને જેના બાદ હૈદરાબાદને 10 વર્ષ માટે બંને રાજ્યોની રાજધાની રાખવામાં આવી હતી. હવે 2 જૂન, 2024ના રોજ દસ વર્ષ પૂરા થયા હતા. હવે રાજ્યએ પહેલેથી જ નક્કી કરેલા આંધ્ર પ્રદેશ પુનર્ગઠન કાયદા હેઠળ નવી રાજધાની બનાવવી પડશે.
અહી નોંધનીય છે કે, બને રાજય વચ્ચે ઘણી બાબતો પર વિવાદ ચાલી રહ્યો છે. મળતી મહિની અનુસાર, ગયા મહિને જ તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડીએ આંધ્ર પ્રદેશને આપવામાં આવેલા સરકારી ગેસ્ટ હાઉસ પાછા લેવા કહ્યું હતું.
આ પણ વાંચો : એક્ઝિટ પોલ મુજબ કોણ જીતે છે? સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલે આપી આ પ્રતિક્રિયા