Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મણિપુરમાં માનવતા મરી પરવારી... મહિલાઓને નગ્ન પરેડ કરાવવામાં આવી, Video Viral

મણિપુર રાજ્યમાંથી તાજેતરમાં હિંસા અને રમખાણોના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી આવી રહ્યા છે. ત્યારે આ હિંસા વચ્ચે ક્રૂરતાની એક ઘટના સામે આવી છે જે જોઇ તમારા રૂંવાટા ઉભા થઇ જશે. જીહા, મણિપુરનો એક વીડિયો સામે આવ્યો છે જેમા બે કુકી...
મણિપુરમાં માનવતા મરી પરવારી    મહિલાઓને નગ્ન પરેડ કરાવવામાં આવી  video viral

મણિપુર રાજ્યમાંથી તાજેતરમાં હિંસા અને રમખાણોના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી આવી રહ્યા છે. ત્યારે આ હિંસા વચ્ચે ક્રૂરતાની એક ઘટના સામે આવી છે જે જોઇ તમારા રૂંવાટા ઉભા થઇ જશે. જીહા, મણિપુરનો એક વીડિયો સામે આવ્યો છે જેમા બે કુકી આદિવાસી મહિલાઓની નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. ઘણા લોકો મહિલાઓ સાથે રસ્તા પર ચાલતા જોવા મળે છે. મળતી માહિતી અનુસાર, આ મહિલાઓની પરેડ કર્યા બાદ તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે.

Advertisement

બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરવવામાં આવી

ઉત્તરપૂર્વ મણિપુર છેલ્લા બે મહિનાથી જાતિ હિંસાની આગમાં સળગી રહ્યું છે. અહીં માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે, અહીં બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરવવામાં આવી અને બાદમાં તેમની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો. આ આરોપ એક આદિવાસી સંગઠને લગાવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના કાંગપોકપી જિલ્લાની છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ વીડિયો ભલે અત્યારે સામે આવ્યો હોય પરંતુ તે 4 મે, 2023નો છે, એટલે કે અઢી મહિના પહેલાનો છે. આ ઘટના બાદ વિસ્તારમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF) દ્વારા આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી છે. આ નિર્દોષ મહિલાઓ પર કરવામાં આવતી ભયાનક યાતનાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા બાદ આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે.

Advertisement

મહિલાઓ સાથે મારપીટ લોકોની સામે જ કરવામાં આવી

હવે 'નેશનલ કમિશન ફોર વુમન (NCW)' પાસે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્રિપુરાની રાજકીય પાર્ટી TMP ના ચીફ પ્રદ્યોત બિક્રમે કહ્યું કે, બે સમુદાયો વચ્ચે ઘણી નફરત છે અને મહિલાઓના આવા વીડિયો સામે આવવા એ નિંદનીય છે. તેમણે કહ્યું કે, મણિપુરમાં આખરે નફરતની જીત થઈ છે. ઘટના કાંગપોકપી જિલ્લાની જણાવવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મહિલાઓ સાથે મારપીટ લોકોની સામે જ કરવામાં આવી હતી.

Advertisement

પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?

આ વીડિયો પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે તેની નિંદા કરી અને કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું, 'મણિપુરથી આવી રહેલી મહિલાઓ સામેની યૌન હિંસાની તસવીરો હ્રદયસ્પર્શી છે. મહિલાઓ સામેની હિંસાની આ ભયાનક ઘટનાની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે.

મણિપુરમાં હિંસા ક્યારે ફાટી નીકળી?

મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી ત્યાં સ્થિતિ તંગ બની છે. નિષ્ણાતો માને છે કે આ હિંસા માત્ર વાતચીત દ્વારા જ શાંત થઈ શકે છે, પરંતુ સમસ્યા એ છે કે કોઈ વાતચીત માટે તૈયાર નથી થઈ રહ્યું. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે.

આ પણ વાંચો - ઉત્તરાખંડના ચમોલીમાં વીજ કરંટ લાગવાથી 15 લોકોના મોત, નમામી ગંગે પ્રોજેક્ટના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફેલાયો હતો કરંટ

આ પણ વાંચો - Computer History: કોમ્પ્યુટરનું જનરલ નોલેજ ! ભારતનું પહેલું કોમ્પ્યુટર ક્યારે અને કોણે બનાવ્યું, જાણો અહીં દરેક વિગતો….

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.