Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુષ્કર્મમાં પોર્નની ભૂમિકા કેટલી? દેશમાં કાયદાની તાજેતરની જોગવાઈઓ

પોર્ન કન્ટેન્ટના ખતરનાક પ્રભાવો અને કાનૂની પગલાં પોર્ન કન્ટેન્ટને લીધે રેપ: કાયદા દ્વારા નિયંત્રણ અને પગલાં ભારતીય ન્યાય સંહિતાના કડક નિયમો Rape Laws in India : કોલકાતા રેપ કેસ પછી, દેશભરના અનેક વિસ્તારોમાં દુષ્કર્મ (Rape) ની ઘટનાઓ વધી રહી...
દુષ્કર્મમાં પોર્નની ભૂમિકા કેટલી  દેશમાં કાયદાની તાજેતરની જોગવાઈઓ
  • પોર્ન કન્ટેન્ટના ખતરનાક પ્રભાવો અને કાનૂની પગલાં
  • પોર્ન કન્ટેન્ટને લીધે રેપ: કાયદા દ્વારા નિયંત્રણ અને પગલાં
  • ભારતીય ન્યાય સંહિતાના કડક નિયમો

Rape Laws in India : કોલકાતા રેપ કેસ પછી, દેશભરના અનેક વિસ્તારોમાં દુષ્કર્મ (Rape) ની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે લોકોમાં ગુસ્સાનો ભાવ પણ જોવા મળી રહ્યો છે અને તંત્ર તરફી વિશ્વાસ પણ ઓછો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રના બદલાપુરમાં યુવતીઓના યૌન શોષણના કેસોએ પોર્ન કન્ટેન્ટના ખતરનાક પ્રભાવો તરફ ધ્યાન ખેંચ્યું છે. આથી, પોર્ન અને અશ્લીલ કન્ટન્ટ પર નિયંત્રણને લગતી ચર્ચા ફરી શરૂ થઈ છે. આ માટે, ઘણા કડક કાયદા પણ રજૂ કરવામાં આવ્યા છે. આવો જાણીએ આજે દેસમાં શું સ્થિતિ છે.

Advertisement

શું ખરેખર પોર્ન રેપ માટે જવાબદાર?

વિશેષજ્ઞો મુજબ, દુષ્કર્મ અને યૌન શોષણમાં વધારાને પોર્ન કન્ટેન્ટ સાથે જોડવામાં આવે છે. તેઓનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ સતત પોર્ન જુએ છે, તો તેની માનસિક સ્થિતિ બદલાઇ જાય છે અને તે દુષ્કર્મ જેવા ગુનાઓ કરવા માટે પ્રેરિત થઈ શકે છે. મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આ સમસ્યાને અટકાવવા માટે પોર્ન પર પ્રતિબંધ લાવવો જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ આ દિશામાં પગલાં લઈ રહી છે, અને સમયાંતરે પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

ભારતમાં પોર્ન કન્ટેન્ટ પર વર્તમાન પરિસ્થિતિ

ભારત સરકારે સામાન્ય રીતે પોર્ન કન્ટેન્ટ પર પ્રતિબંધ મુકવાની નીતિ અનુસરી છે. રેપ, ગેંગરેપ, અને ચાઈલ્ડ પોર્ન જેવા ગુનાઓમાં પણ સરકાર કડક પગલાં લે છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિગત રીતે પોર્ન જોવું કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ અન્ય લોકો સાથે પોર્ન કન્ટેન્ટ શેર કરવા, ડાઉનલોડ કરવું કે સાચવવી ગુનો ગણવામાં આવે છે અને આ માટે સજા થઈ શકે છે.

Advertisement

નવી ભારતીય ન્યાય સંહિતામાં કડક નિયમો

તાજેતરમાં ભારત સરકારે લાગુ કરેલા ભારતીય ન્યાય સંહિતાના (BNS) 2023 ની કલમ 294 અને 295 હેઠળ, પોર્ન કન્ટેન્ટને નિયંત્રિત કરવાની જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ કલમો અનુસાર, સમાજ પર ભ્રષ્ટ પ્રભાવ પડતી કે જાતીય ઉત્તેજના વધારતી સામગ્રીને અશ્લીલ ગણવામાં આવે છે. આવી સામગ્રી વેચવી, શેર કરવી, અથવા જાહેરમાં બતાવવી એ ગુનો છે અને આ માટે કડક સજાની વ્યવસ્થા છે.

IWRA એક્ટ 1986: મહિલાઓની ગરિમા

IRWA એક્ટ 1986 હેઠળ, મહિલાઓને ખોટી રીતે દર્શાવવી અને તેમની ગરિમાનું ઉલ્લંઘન કરવું એ ગુનો છે. આ કાયદા હેઠળ, મહિલાઓના વાંધાજનક ચિત્રણ અને રજૂઆત પર પ્રતિબંધ છે. જો આનો ભંગ થાય છે તો ગુનેગાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Advertisement

POCSO એક્ટ 2012: બાળકોની સુરક્ષા

POCSO એક્ટ 2012, બાળકોને જાતીય ગુનાઓથી સુરક્ષિત રહેવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાયદાની કલમ 14 હેઠળ, બાળકોના જાતીય શોષણને સૌથી ગંભીર અપરાધ ગણવામાં આવે છે અને તેમા સખત સજાની જોગવાઈ છે. આ કાયદામાં ફેરફાર કરીને, યૌન શોષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને બાળકોની સુરક્ષા માટે દરેક શક્ય પગલાં લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોર્ન સામગ્રીના ખરાબ પ્રભાવને ઘટાડવા માટે ભારતે વિવિધ કાયદા બનાવ્યા છે. આ કાયદાઓને અસરકારક રીતે અમલમાં મૂકીને, યૌન શોષણ અને રેપની ઘટનાઓને ઘટાડવા માટે પગલાં લેવામાં આવવા જરૂરી છે.

આ પણ વાંચો:  Kolkata Rape: સુપ્રીમમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ, બંગાળ સરકારે 21 વકીલોની ફૌજ ખડકી

Tags :
Advertisement

.