ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિમ્મત કેવી રીતે થઇ! પકડી લો અને બહાર નીકાળો; યુવકના વર્તનથી ગુસ્સે થયા મનોહર લાલ ખટ્ટર

હરિયાણા (Haryana) માં આવતા મહિનાના પહેલા અઠવાડિયે વિધાનસભાની ચૂંટણી (Assembly elections) યોજોવાની છે. જેને લઇને તમામ પક્ષના નેતાઓ જનતાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દિગ્ગજ નેતાઓ પોતાની પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે આ દરમિયાન કેન્દ્રિય...
03:19 PM Sep 25, 2024 IST | Hardik Shah
Manohar lal Khattar

હરિયાણા (Haryana) માં આવતા મહિનાના પહેલા અઠવાડિયે વિધાનસભાની ચૂંટણી (Assembly elections) યોજોવાની છે. જેને લઇને તમામ પક્ષના નેતાઓ જનતાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દિગ્ગજ નેતાઓ પોતાની પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે આ દરમિયાન કેન્દ્રિય મંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર *(Manohar Lal Khattar) નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક તેમની વાત સાંભળીને ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. જે પછી તેમણે તે યુવકને હોલની બહાર નીકાળવાનો આદેશ આપ્યો હતો. શું છે સમગ્ર મામલો આવો જાણીએ આ આર્ટિકલમાં...

યુવકને પકડો અને બહાર નીકાળો : મનોહર લાલ ખટ્ટર

હરિયાણા (Haryana) ની ચૂંટણીમાં વ્યસ્ત નેતાઓ જનતાની સમક્ષ જઇ રહ્યા છે અને તેમને પોતાની પાર્ટી તેમના રાજ્યમાં શું વિકાસ કરશે તે વિશે અવગત કરાવી રહ્યા છે. ચૂંટણી સમયે સામાન્ય રીતે જોવા મળે છે કે, નેતાઓ જનતાના કડવા બોલ પણ સાંભળી લેતા હોય છે પણ હરિયાણા (Haryana) ના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર હાલમાં કઇંક અલગ જ મૂડમાં જોવા મળી રહ્યા છે. જેનું તાજુ ઉદાહરણ હિસારમાં જોવા મળ્યું. જ્યા આવેલી એક પંજાબી ધર્મશાળામાં એક સભાને સંબોધિત કરતા સમયે કઇંક એવું બન્યું જેની તેમણે પણ કલ્પના નહીં કરી હોય. તેઓ જે સમયે પંજાબી ધર્મશાળામાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે સ્ટેજ નીચે હાજર એક યુવકે તેમની સાથે દલિલ કરવાનો પ્રયત્ન કર્યો. તેટલું જ નહીં તે યુવક દલિલ કરતા સ્ટેજ ઉપર ચઢવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જે પછી મનોહર લાલ ખટ્ટરે ત્યા હાજર સુરક્ષાકર્મીઓને યુવકને પકડી લેવા અને તેને હોલમાંથી બહાર નીકાળવા કહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મનોહર લાલ ખટ્ટરે શું કહ્યું હતું?

ઉલ્લેખનીય છે કે, ખટ્ટર હરિયાણાના હિસાર સ્થિત પંજાબી ધર્મશાળામાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે, '...હિસાર વિધાનસભાના ધારાસભ્યે અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવામાં વિશેષ ભૂમિકા ભજવી છે, તે આ વખતે પણ વિશેષ ભૂમિકા ભજવશે. તે સ્પષ્ટ છે ને ...' આ દરમિયાન કાર્યક્રમમાં સ્ટેજ નીચે હાજર એક યુવકે જવાબ આપવાનું શરૂ કર્યું. વીડિયો અનુસાર, યુવકે કેન્દ્રીય મંત્રી ખટ્ટરની સામે કહ્યું કે હરિયાણા (Haryana) માં ભાજપ સત્તામાં આવશે, પરંતુ હરિયાણામાં તેમનો ઉમેદવાર જીતશે નહીં. થોડા સમય પછી ભાજપના એક વરિષ્ઠ નેતાએ યુવકને 'પકડીને બહાર કાઢવા' સૂચના આપી. ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ યુવકને સભામાંથી બહાર નીકાળી દીધો હતો.

 આ પણ વાંચો:  શું સેલ્ફ ગોલ કરી રહી છે Kangana Ranaut? જાણો કેમ થઇ રહી છે આ ચર્ચા

Tags :
assembly election 2024BJPCongressGujarat FirstHardik ShahHaryana Assembly Election 2024Haryana ElectionHaryana Election Latest UpdateManohar Lal KhattarManohar Lal Khattar hisar eventManohar Lal Khattar NewsManohar Lal Khattar viral video
Next Article
Home Shorts Stories Videos