મહારાષ્ટ્રમાં ભયાનક રોગચાળો, GBS નામની બિમારીના દર્દી 100 ને પાર, ખુબ જ મોંઘી છે સારવાર
- મુખ્યમંત્રીએ કહ્યું તમામ દર્દીઓની સારવાર મફત થશે
- આ રોગના ખુબ જ જુજ કિસ્સા વિશ્વમાં જોવા મળે છે
- સમગ્ર પુને વિસ્તારમાં આ રોગના 100 થી વધારે કિસ્સા
પુણે : તપાસ પરથી માહિતી મળી કે હોસ્પિટલમાં દાખલ કેટલાક દર્દીઓમાં કૈમ્પિલોબેક્ટર જેજુની બૈક્ટેરિયા મળ્યા છે. એક અંદાજ અનુસાર સમગ્ર વિશ્વમાં GBS મામલે એક તૃતિયાંશ જેજુની છે.
GBS એટલે કે ગિલિયન બાર સિંડ્રોમના દર્દીઓની સંખ્યા પુણેમાં 100 ને પાર થઇ ચુકી છે. બીજી તરફ મહારાષ્ટ્ર સ્વાસ્તય વિભાગે રવિવારે એક મોતની માહિતી પણ આપી છે, જેના કારણે જીબીએસ થઇ શકે છે. બીજી તરફ રાજ્ય સરકારમાં પુણેના કેટલાક વિસ્તાર અંગે જાહેરાક કરી દેવાઇ છે કે અહીંના રહેવાસીઓની સારવાર મફત કરી દેવામાં આવશે. ખાસ વાચ છે કે જીબીએસની સારવાર ખુબ જ મોંઘી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર 28 વધારે દર્દીઓમાં જીબીએસની પૃષ્ટિ હોવાની સાથે જ આંકડો 101 પર પહોંચી ચુક્યો છે. બીજી તરફ શંકાસ્પદ મોત સોલાપુરમાં થઇ હતી. હાલ 16 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 23 મામલ એવા છે જ્યાં દર્દીઓની ઉંમર 50 થી 80 વર્ષની છે. 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને પુણે ક્લસ્ટરનો પહેલો કિસ્સો માનવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર તપાસ પરથી જાણવા મળે છે કે, હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં કેમ્પિલોબેક્ટર જોજુનીબૈક્ટીરિયલ મળ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, સમગ્ર વિશ્વના જીબીએસ મામલે એક તૃતિયાંશના કારણે જેજુની છે. સાથે જ તેના કારણે અનેક ગંભીર સંક્રમણ પણ થઇ રહ્યું છે. હાલ અધિકારી ખાસ કરીને તે વિસ્તારમાં પાણીના નમુના એકત્ર કરી રહ્યા છે, જ્યાં દર્દી મોટી સંખ્યામાં મળી રહ્યા છે.
શનિવારે ખડકવાસલા બંધની પાસે એક કુવામાં બેક્ટીરિયમ ઇ કોલીની માત્રા વધારે મળી આવી હતી, જો કે અધિકારીઓનું કહેવું છે કે, હજી સુધી આ સ્પષ્ટ નથી કે તે કુવામાં ઉપયોગ થયો છે કે નહીં. રહેવાસીઓએ પાણી ઉકાળીને પીવા અને વાસી ભોજન ન ખાવા માટેની સલાહ આપી છે. સમાચાર છે કે, તેની સારવારમાં ઉપયોગ કરવામાં આવતા IVIG ઇન્જેક્શનની કિંમત 20 હજાર રૂપિયા છે.
મફત સારવાર
રવિવારે ઉપમુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, જીબીએસ અંગે મને માહિતી મળી કે આ વિશેષ બિમારીની સારવાર મોંઘી છે, માટે મે જિલ્લા તંત્ર અને નગર નિગમના અધિકારીઓની સાથે બેઠક કરી અને નાગરિકોને મફત સારવાર અપાવવા માટેનો નિર્ણય લીધો. પિંપરી ચિંચવાડા જિલ્લાના પ્રભાવી લોકોની સારવાર YCM હોસ્પિટલમાં ચાલી રહી છે.
પુણે નગરનિગમ ક્ષેત્રના દર્દીઓની સારવાર પુણે શહેરના કમલા નેહરૂ હોસ્પિટલમાં કરવામાં આવશે. નાગરિકોના સ્વાસ્થયની સંભાળ રાખવાની જવાબદારી છે. મને ખબર પડી છે કે, આ ખાસ બિમારી માટેના ઇન્જેક્શન ખુબ જ મોંઘા હોય છે. એટલા માટે અમે આજે બે નિર્ણય લીધા. મુંબઇથી પરત ફર્યા બાદ તેઓ ગ્રામણી વિસ્તારના નાગરિકો માટે આગળનો નિર્ણય લેશે. જેની સારવાર પુણેમાં સરકારી સસુન હોસ્પિટલમાં મફતમાં કરવામાં આવી શકે છે.