Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Acropolis મોલના રેસ્ટોરન્ટમાં ભયાનક આગ, 15 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

કોલકાતા : કોલકાતાના (Kolkata) એક્રોપોલિસ (Fire in Acropolis mall) મોલના ચોથા માળે શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આગ ફૂડ કોર્ટમાં (Food Court) ફેલાઈ હોવાથી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઓછામાં ઓછી 15 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે....
acropolis મોલના રેસ્ટોરન્ટમાં ભયાનક આગ  15 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

કોલકાતા : કોલકાતાના (Kolkata) એક્રોપોલિસ (Fire in Acropolis mall) મોલના ચોથા માળે શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આગ ફૂડ કોર્ટમાં (Food Court) ફેલાઈ હોવાથી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઓછામાં ઓછી 15 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. સોશિયલ મીડિયામાં મોલની આગ અને લોકોની ભાગાદોડીના અનેક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યા છે. જો કે મોલમાં મોટા પ્રમાણમાં લોકો ફસાયેલા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા બચાવ અને રાહત કામગરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

Fire વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી

જો કે ફાયર વિભાગના (Fire Department) અધિકારી દ્વારા દાવો કરવામાં આવ્યો કે, “અત્યાર સુધી, કોઈ ઈજાના અહેવાલ નથી. આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક અગ્નિશામકો ઓક્સિજન માસ્ક પહેરીને બિલ્ડિંગમાં પ્રવેશી ચુક્યા છે. કોઇ ધુમાડાના કારણે બેભાન હોય તો તેવા લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે હજી સુધી કોઇ જ જાનહાનીના સમાચાર નથી. પરંતુ અમે તમામ શક્યતાઓને ધ્યાને રાખીને મોલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ. યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે."

Acropolis Mall ની આસપાસનો ટ્રાફીક ડાયવર્ટ કરાયો

કોલકાતા ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર વિસ્તાર ધુમાડાના ગોટે ગોટાથી લપેટાઇ ચુક્યો છે. મોલની સામે ટ્રાફિકની અવરજવરને અટકાવવામાં આવી છે. આસપાસના વિસ્તારના ટ્રાફીકને નિયંત્રિત કરીને રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે રાહત અને બચાવકામગીરી ચલાવી રહી છે. એમ્બ્યુલન્સ અને ડોક્ટર સહિતનો સ્ટાફ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે.

Advertisement

Kolkata ના પોશ વિસ્તારમાં આવેલો છે Mall

અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારે કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી હતી. જેનાથી ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ ઓલવવા માટે ઓછામાં ઓછા નવ ફાયર ટેન્કર તહેનાત કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ઘટના સ્થળે લાવવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ પાર્ક સ્ટ્રીટ પર એક બહુમાળી ઈમારતને અડીને આવેલી છે. જો કે રાહતની વાત છે કે હજી સુધી કોઇ પણ વ્યક્તિને ઇજા કે મૃત્યુના સમાચાર નથી.

વાંચો : Maharashtra Politics : NCP અને BJP નેતાઓ વચ્ચે ઘર્ષણ, ભુજબળે RSS વિશે કહ્યું કંઇક આવું…

Advertisement

વાંચો : ગઠબંધનમાં વધતી તકરારના કારણે Maharashtra ની રાજનીતિ ગરમાઈ, BJP સરકાર પડી ભાંગે તેવી શક્યતા!

વાંચો : Delhi : 15 કલાક પછી પણ ચાંદની ચોકની આગ ન ઓલવાઈ, કરોડોનો સામાન બળીને ખાખ Video

Tags :
Advertisement

.