ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Holi 2024 : પિચકારી બજારમાં PM મોદી અને યોગીની ધૂમ

Holi 2024: દેશભરમાં રંગોના તહેવાર હોળીની Holi2024 તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કેટલીક જગ્યાએ બજારમાં ખરીદી ચાલી રહી છે તો કેટલીક જગ્યાએ ફૂલોથી હોળી રમવામાં આવી રહી છે. હોળી પહેલા દેશભરના તમામ બજારોમાં ખરીદદારોની ભીડ વધી ગઈ છે. આ હોળીમાં...
05:41 PM Mar 24, 2024 IST | Hiren Dave
Holi festival

Holi 2024: દેશભરમાં રંગોના તહેવાર હોળીની Holi2024 તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કેટલીક જગ્યાએ બજારમાં ખરીદી ચાલી રહી છે તો કેટલીક જગ્યાએ ફૂલોથી હોળી રમવામાં આવી રહી છે. હોળી પહેલા દેશભરના તમામ બજારોમાં ખરીદદારોની ભીડ વધી ગઈ છે. આ હોળીમાં PM Modiની તસવીરોવાળી પિચકારીની ઘણી માંગ છે. યુપી એમપી સહિત ઘણા રાજ્યોના બજારોમાં લોકો આ પિચકારીઓ અને માસ્ક જોરશોરથી ખરીદી રહ્યા છે.

 

બજારમાં pm મોદી અને યોગીની પિચકારી જોવા મળી

હોળીના આ માહોલમાં રાજકીય રંગ પણ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. અને તેનો પુરાવો છે PM Narendra Modiની તસવીરો અને PM Modiના માસ્ક સાથે બજારોમાં લાગેલી પિચકારીઓ. હોળીના તહેવાર પહેલા દિલ્હીનું સદર માર્કેટ રંગીન બની ગયું છે. PM Narendra Modi અને Yogi Adityanath ની તસવીરોવાળી વોટર ગન બજારમાં જોવા મળી રહી છે.

આ વખતે બજારોમાં આ પિચકારીઓ અને માસ્કની કેટલી માંગ છે તેનો અંદાજ તમે દુકાનો પરથી જ લગાવી શકો છો. દુકાનદારોનું કહેવું છે કે આવા પિચકારીઓની ઘણી માંગ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકો મોદી અને યોગીની તસવીર વાળી પિચકારી વધુ ખરીદી રહ્યા છે.

 

લોકો મોદી માસ્ક પણ ખૂબ ખરીદી રહ્યા છે

પીએમ મોદીના માસ્કની પણ આ હોળીમાં ભારે માંગ છે. ચૂંટણીની મોસમને ધ્યાનમાં રાખીને આવા વધુ માસ્કની ખરીદી કરવામાં આવી રહી છે. પીએમ મોદીની સાથે યુપી અને એમપીમાં સીએમ યોગીની તસવીરોવાળી પિચકારીઓ પણ વેચાઈ રહી છે. ખાસ કરીને યુપીમાં સીએમ યોગી અને પીએમ મોદીની તસવીરવાળી પિચકારી લોકો વધુ પસંદ કરી રહ્યા છે.

આ  પણ  વાંચો - ગાંધીનગર પાસેના પાલજ ગામે પ્રગટાવવામાં આવે છે સૌથી મોટી હોળી

આ  પણ  વાંચો - Mobile Blast :ચાર્જિંગ પર લાગેલો મોબાઈલ થયો બ્લાસ્ટ,4 બાળકોના મોત

 

Tags :
Holiholi 2024pm modiWater GunYogi Adityanath
Next Article