Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિન્દુઓ ઓછામાં ઓછા 5 બાળકો પેદા કરો, મોટા ન કરી શકો તો અમને આપી દો: શીખ સંસ્થાની અપીલ

નવી દિલ્હી : શીખ સંસ્થા દમદમી ટકસાલના મુખી જ્ઞાની હરમાન સિંહ ખાલસાએ શીખોને અપીલ કરી છે કે, તેઓ મહત્તમ બાળકો પેદા કરે. તેમણે એક જાહેર સભામાં પંબિઓ અને ખાસ કરીને શીખોને મહત્તમ બાળકો પેદા કરવા માટે અપીલ કરી છે. તેમણે...
હિન્દુઓ ઓછામાં ઓછા 5 બાળકો પેદા કરો  મોટા ન કરી શકો તો અમને આપી દો  શીખ સંસ્થાની અપીલ
Advertisement

નવી દિલ્હી : શીખ સંસ્થા દમદમી ટકસાલના મુખી જ્ઞાની હરમાન સિંહ ખાલસાએ શીખોને અપીલ કરી છે કે, તેઓ મહત્તમ બાળકો પેદા કરે. તેમણે એક જાહેર સભામાં પંબિઓ અને ખાસ કરીને શીખોને મહત્તમ બાળકો પેદા કરવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ઓછામાં ઓછા 5 બાળકો પેદા કરવા જોઇએ. તેમણેકહ્યું કે, બાળકોની સંખ્યા વધારે વધારે હોવાથી પારિવારિક મૂલ્યોને જાળવી રાખવામાં મદદ મળશે. આ ઉપરાંત સમાજ પણ મજબુત હશે. દમદમી ટકસાલનું નેતૃત્વ ખાલિસ્તાની જરનૈલ સિંહ ભિંડરાવાલે પણ કર્યું હતું. હરનામ સિંહ ખાલસાએ કહ્યું કે, જો કોઇને પોતાના વધારે બાળકો સાચવવામાં તકલીફ હોય કે આર્થિક સંકટ હોય તો તેના માટે પણ સંસ્થા મદદ કરશે.

Advertisement

દમદમી ટકસાલ શીખોની એક ખુબ જ મોટી સંસ્થા

દમદમી ટકસાલના 16 મા પ્રમુખે કહ્યું કે, શીખ પરિવારોને ઓછામાં ઓછા 5 બાળકો પેદા કરવાનું લક્ષ્યાંક રાખવું જોઇએ. તેનાથી પંજાબને ધાર્મિક, સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક રીતે મજબુત બનાવવામાં મદદ મળશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, શીખોએ જ નહીં પરંતુ પંજાબમાં રહેતા દરેક અન્ય સમુદાયના લોકોએ પણ ઓછામાં ઓછા 5 બાળકો હોવા જોઇએ. હરનામ સિંહ ખાલસાએ કહ્યું કે, તમે પણ 5-5 બાળકો હોવા જોઇએ. હાલ સમય છે જો નહીં સુધરો તો આ સમય પણ જતો રહેશે તો પસ્તાવો થશે. ખાલસાએ કહ્યું કે, જો તમે તેમને મોટા ન કરી શકો તો એક ને અમારી પાસે રાખો અને 4 બાળકો અમને આપી દો.

Advertisement

બાળકોને અમે સાચવીશું અને જ્ઞાન આપીશું

આ બાળકોને અમે ભણાવીશું અને તેમને ગુરૂની સેવાનું જ્ઞાન પણ આપીશું. તેમણે કહ્યું કે, જો 5 બાળકો હશે તો તેમાંથી જ કોઇ સંત બનશે, કોઇ જત્થેદાર બનશો અને કોઇ પરિવાર સંભાળશે. તેમણેક હ્યું કે, તમારા પરિવારને વધારો અને કોમને બચાવો. જ્ઞાની હરનામ સિંહ ખાલસાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હવે તે અંગે પંજાબના મહિલા પંચે પણ સંજ્ઞાન લીધું છે. પંચે કહ્યું કે, આ પ્રકારના નિવેદન યોગ્ય નથી. મહિલાઓ કોઇ બાળકો પેદા કરવાનું મશીન નથી.

Advertisement

Tags :
Advertisement

Trending News

.

×