Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himachal Cabinet: હિમાચલમાં છોકરીઓના જીવન પર ખાસ નિર્ણય લેવાયો

Himachal Cabinet: તાજેતરમાં Shimla માં Himachal Pradesh કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લગ્ન પર લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં 21 વર્ષની ઉંમરે છોકરીઓના લગ્ન થઈ શકશે. કેબિનેટ (હિમાચલ કેબિનેટ મીટિંગ) એ છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર વધારીને...
himachal cabinet  હિમાચલમાં છોકરીઓના જીવન પર ખાસ નિર્ણય લેવાયો

Himachal Cabinet: તાજેતરમાં Shimla માં Himachal Pradesh કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લગ્ન પર લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં 21 વર્ષની ઉંમરે છોકરીઓના લગ્ન થઈ શકશે. કેબિનેટ (હિમાચલ કેબિનેટ મીટિંગ) એ છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

Advertisement

Himachal Pradesh માં લગ્નને પર ખાસ નિર્ણ લેવામાં આવ્યો

આવી સ્થિતિમાં હવે લઘુત્તમ વય 18 થી વધારીને 21 વર્ષ કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. આ સ્થિતિમાં હવે લઘુત્તમ વય 18 થી વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

Himachal Cabinet

Himachal Cabinet

Advertisement

એક અહેવાલ અનુસાર Shimla માં CM Sukhvinder Singh Sukhu ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી. તે ઉપરાંત આ બેઠકમાં Himachal માં નવી ફિલ્મ નીતિને પણ મંજૂરી આપવામાં આવી હતી. ફિલ્મ કાઉન્સિલ બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

Himachal માં Film Shooting ને લઈને નવી નીતિ જાહેર કરાઈ

આ નવી નીતિ હેઠળ, Himachal માં Film Shooting કરવા માટે જરૂરી પરવાનગીઓ હવે ત્રણ દિવસમાં આપવામાં આવશે. આનાથી ફિલ્મ નિર્માતાઓને ફાયદો થશે. કેબિનેટની બેઠકમાં CM Sukhvinder Singh Sukhu એ વિધવા એકલ નારી યોજના અને Himachal Pradesh ડિજિટલ પોલિસીને પણ મંજૂરી આપવામાં આવી છે.

Advertisement

આ ઉપરાંત પીરિયડ આધારિત અતિથિ શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે કેબિનેટે 2600 પદોને મંજૂરી આપી છે. બીજી તરફ Himachal માં પટવારીઓની જગ્યાઓ માત્ર જિલ્લા સ્તરે જ ભરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં 6 વર્ષની વયના બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવાના નિયમમાં છૂટછાટ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

Himachal કેબિનેટની બેઠકમાં રાજ્યમાં છોકરીઓના લગ્નને લઈને સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે કે હવે હિમાચલમાં માતા-પિતા 21 વર્ષની ઉંમર પછી જ છોકરીઓના લગ્ન કરાવી શકશે. જો કે હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને ત્યાર બાદ ત્યાંથી આખરી મંજુરી આપવામાં આવશે.

આ પણ વાંચો: Atal Setu : 100ની ઝડપ, બે કલાકનું અંતર 20 મિનિટમાં કવર થશે, દેશને સૌથી લાંબો દરિયાઈ પુલ મળ્યો

Tags :
Advertisement

.