ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Himachal: ફેક્ટરીમાં લાગી ભીષણ આગ! 32 મજૂરો દાઝ્યા, 24 હજી લાપતા

Himachal Factory Fire: હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કોસ્મેટિક ફક્ટરીમાં ભીષણ આગ લાગી છે. અહીં ફેક્ટરીમાં 24 કામદારો આગમાં દાઝી ગયા હતા. આ સાથે 4 મજૂરની હાલત ગંભીર હોવાથી તેમને પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવ્યા છે. ભીષણ આગ લાગવાથી ત્યા કામ...
06:07 PM Feb 02, 2024 IST | VIMAL PRAJAPATI
Himachal

Himachal Factory Fire: હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કોસ્મેટિક ફક્ટરીમાં ભીષણ આગ લાગી છે. અહીં ફેક્ટરીમાં 24 કામદારો આગમાં દાઝી ગયા હતા. આ સાથે 4 મજૂરની હાલત ગંભીર હોવાથી તેમને પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવ્યા છે. ભીષણ આગ લાગવાથી ત્યા કામ કરતી ત્રણ મહિતાઓ ત્રીજા માળેથી કૂદી પડી જેથી તેમને પણ ઈજા થઈ છે. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા છત પર ફસાયેલી જોવા મળી રહી છે. પંજાબ અને હિમાચલના લગભગ 11 ફાયર ટેન્ડર આગ ઓલવવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે.

એનડીઆરએફની 40 લોકોની ટીમ અત્યારે ઘટના સ્થળે રાહતની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 32 ઘાયલ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પાંચ ઘાયલ લોકોને પીજીઆઈ મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા ચંદીમંદિરથી સેના પણ બોલાવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે હજુ પણ 24 લોકો લાપતા છે.

કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

મળતી વિગતો પ્રમાણે, આ ઘટના રાજ્યના ઔદ્યોગિક શહેર બદ્દીના ઝાડમાજરીમાં બની હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં કામદારો ફસાયા હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આગ બુઝાવવા માટે બદ્દી અને નાલાગઢના ફાયર વિભાગો અને પંજાબના લગભગ 11 વાહનો સ્થળ પર પહોંચ્યા હતા. રાહત અને બચાવ માટે NDRFના 40 સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આગ લાગતા અફરાતફરીનો માહોલ

અત્યારે સોશિયલ મીડિયામાં આગના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે, આ પરફ્યુમ બનાવવાની ફેક્ટરી હતી. આગ લાગ્યા બાદ ત્રણ મહિલા મજૂરો છત પરથી કૂદી પડી હતી અને તેમના પગમાં ઈજા થઈ હતી. ધાબા પર રહેલી મહિલા સિવાય અન્ય લોકો અંદર ફસાયેલા છે. હાલ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. એનડીઆરએફ દ્વારા અત્યારે બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. મળતી વિગતો પ્રમાણે ફેક્ટરીમાં 60 મજૂરો કામ કરતા હતા. જેમાંથી અત્યારે પણ 24 લોકો લાપતા છે.

આ પણ વાંચો: અભિનેતા વિજય થાલાપતિએ રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
breaking newsFactory firefireHimachalhimachal newsnational news
Next Article