ખાલિદ પર ભડકી હાઇકોર્ટ: પાકિસ્તાન જતા રહો ભારતની ભલમનસાઈ ફાયદો ન ઉઠાવો
- શરણાર્થીઓ મામલે કોર્ટ આકરા પાણીએ
- શરણ લેવા માટે પાકિસ્તાન જતા રહેવાની ટકોર
- 15 દિવસમાં દેશ છોડી દેવા માટે પણ કોર્ટે આદેશ કર્યો
High Court : ભારતમાં નિશ્ચિત સમય કરતા વધારે સમય સુધી રોકાયેલા એક શરણાર્થીની બોમ્બે હાઇકોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં કોર્ટ યમનના શખ્સને પાડોશમાં પાકિસ્તાન અથવા તો કોઇ અન્ય ખાડી દેશમાં જવા માટેની પણ સલાહ આપી દીધી હતી. હાલમાં જ પુણે પોલીસ તરફથી તેને લીવ ઇન્ડિયા નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. અરજદારનું કહેવું છે કે, તે 10 વર્ષથી ભારતમાં રહે છે.
અનેક ખાડી દેશો તમને શરણ આપી શકે છે
આ મામલે સુનાવણી જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની બેંચ કરી રહી હતી. લાઇવ લૉના રિપોર્ટ અનુસાર જજે કહ્યું કે, તમે પાકિસ્તાન જઇ શકે છે, જે પાડોશમાં જ છે. અથમા તો તમે કોઇ ખાડી દેશમાં જઇ શકો છો. ભારતના ઉદાર વલણનો ખોટો ફાયદો ન ઉઠાવશે. યમનના નાગરિક ખાલિદ ગોમેઇ મોહમ્મદ હસન ભારતમાં નિશ્ચિત સમય કરતા વધારે રોકાયો હતો. પોલીસ દ્વારા અપાયેલી નોટિસને કોર્ટમાં પડકારી હતી.
મામલો લંબાવવા માટે કોર્ટમાં કેસ કર્યાનું પણ નોંધ્યું
બેંચને રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું કે, તેઓ ઓસ્ટ્રેલિયા જવા માંગે છે. હસન શરણાર્થી કાર્ડ ધારક છે અને તેમને પરાણે ડિપોર્ટ થતા બચવા માટે કોર્ટમાં કેસ કરી દીધો હતો. અરજીમાં હસને કહ્યું કે, યમન સૌથી ખરાબ માનવીય સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. જેથી તે છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહી રહ્યો છે. તેમણે અરજીમાં કહ્યું કે, 45 લાખ નાગરિકો વિસ્થાપીત છે.
પતિ પત્ની અલગ અલગ વિઝા પર આવ્યા ભારત
હસન માચ 2014 માં સ્ટૂડેંટવીઝા પર ભારત આવ્યો હતો. 2015 માં મેડિકલ વીઝા પર તેની પત્ની ભારત પહોંચી હતી. હસનો વીઝા ફેબ્રુઆરી 2017 માં પૂર્ણ થઇ ગયો હતો. પત્નીનો 2015 માં પૂર્ણ થયો હતો. પુણે પોલીસ તરફતી ફેબ્રુઆરીમાં તેમને ભારત છોડી દેવા માટેની નોટિસ અપાઇ હતી. પોલીસે નોટિસ મળ્યાના 14 દિવસમાં ભારત છોડવા જણાવ્યું હતું. બેંચની સામે અરજદારે ઓસ્ટ્રેલિયાના વિઝા ન મળે ત્યાં સુધી સુરક્ષાની માંગ કરી હતી.
રેફ્યુઝી કાર્ડ પર શરણ આપનારા 129 દેશમાં જવા જણાવ્યું
બીજી તરફ પુણે પોલીસ તરફથી કોર્ટમાં રજુ થયેલા સંદેશ પાટિલની તે વાત સાથે કોર્ટ સંમત હતી કે, અરજદાર રેફ્યુઝી કાર્ડ ધારકોને અનુમતી આપનારા 129 દેશોમાં જઇ શકે છે. કોર્ટે કહ્યું કે, અમે તમને માત્ર 15 દિવસ સુધી સુરક્ષા આપી શકીએ છીએ તેનાથી વધારે નહીં. આ દરમિયાન કોર્ટે કપલની પુત્રીની નાગરિકાનો મુદ્દો પણ ઉઠાવ્યો જેનો જન્મ ભારતમાં થયો હતો.
બાળકીને પણ નાગરિકતા મળી શકે નહી
કોર્ટે વકીલને આ અંગે સવાલ કરતા વકીલે જણાવ્યું કે, જો કોઇ પેરેન્ટ ભારતીય હોય તો જન્મતા સાથે જ તે ભારતીય નાગરિકતા મળી જતી હોય છે. જો કે આ કિસ્સામાં બંન્ને યમનના છે આ ઉપરાંત બાળકીનો જન્મ પણ બંન્નેના વિઝા પૂર્ણ થયા બાદ થયો છે. જેનો અર્થ છે કે, બિનકાયદેસર પ્રવાસીનું સંતાન છે. તેવામાં બાળકને નાગરિકતા આપી શકાય નહીં.