Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

HEMANT SOREN: જેલમાંથી બહાર આવતા જ હેમંત સોરેને ભાજપને પડકાર ફેંકતા કહી આ વાત

HEMANT SOREN: જેલમાંથી બહાર આવ્યાના બીજા જ દિવસે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને (HEMANT SOREN)ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું છે. JMM નેતા સોરેને શનિવારે ભાજપ પર તેમની વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે...
05:38 PM Jun 29, 2024 IST | Hiren Dave

HEMANT SOREN: જેલમાંથી બહાર આવ્યાના બીજા જ દિવસે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને (HEMANT SOREN)ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું છે. JMM નેતા સોરેને શનિવારે ભાજપ પર તેમની વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણી બાદ ઝારખંડમાંથી ભાજપનો સફાયો થઈ જશે. તેમના નિવાસસ્થાને JMM કાર્યકર્તાઓને સંબોધતા, સોરેને કહ્યું કે તેમને જેલમાં નાખવાનું કાવતરું કરનારાઓ સામે બળવો થશે અને ઝારખંડના લોકો ભાજપને છોડશે નહીં.

 

 

ઝારખંડમાંથી ભાજપનો સફાયો : હેમંત સોરેન

JMM નેતા સોરેને કહ્યું, કે 'ભાજપના કોફિનમાં છેલ્લો ખીલો લગાવવાનો સમય આવી ગયો છે. આગામી દિવસોમાં ઝારખંડમાંથી ભાજપનો સફાયો થઈ જશે.' મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ શુક્રવારે સોરેનને બિરસા મુંડા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. 8.36 એકર જમીનના ગેરકાયદે કબજા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં 31 જાન્યુઆરીએ ED દ્વારા JMM નેતાની ધરપકડ કરવામાં આવી હતી. હેમંત સોરેને આરોપ લગાવ્યો કે ભાજપે તમામ બંધારણીય સંસ્થાઓ પર કબજો જમાવી લીધો છે. પરંતુ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં લોકોએ તેને પાઠ ભણાવ્યો છે.

'હું ભાજપને પડકાર ફેંકું છું કે

ભાજપ પર નિશાન સાધતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'મારી જાણમાં આવ્યું છે કે તેઓ સમય પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવાનું આયોજન કરી રહ્યા છે. હું તેમને ચેલેન્જ કરું છું કે તેઓ ગમે તે દિવસે ચૂંટણી યોજે. ભારતીય જનતા પાર્ટીનું ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી જીતવાનું સપનું 'મુંગેરીલાલના સુંદર સ્વપ્ન' જેવું હશે. બીજેપી ઘણા રાજ્યોમાં આદિવાસીઓને મુખ્યમંત્રી બનાવી રહી છે, પરંતુ તેઓ માત્ર 'રબર સ્ટેમ્પ' છે, તમને જણાવી દઈએ કે શુક્રવારે જેલમાંથી છૂટ્યા બાદ હેમંત સોરેન પણ તેમના માતા-પિતાને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

આ પણ  વાંચો  - કોણ હતા ખૂંખાર RANGA અને BILLA, ગુનાખોર ફાંસી પર લટક્યાના 2 કલાક બાદ પણ રહ્યા હતા જીવિત!

આ પણ  વાંચો  - ARVIND KEJRIWALની ન્યાયિક કસ્ટડી પર કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત

આ પણ  વાંચો  - JDU : કાર્યકારી અધ્યક્ષ બનતા જ સંજય ઝા એ વધાર્યું BJPનું ટેન્શન

 

 

Tags :
a quiet place day oneAstronaut Sunita WilliamsBJPbyju raveendrancolombia vs costa rica jharkhand hemant sorendaniel ricciardoDelhi Airportdelhi arvind kejriwalDelhi Raingaurav munjalHemant Sorenisha ambaniJagdeep DhankharJharkhandJharkhand Mukti Morchajinny kitchenJMMkemi badenochMaldives President MuizzuMallikarjun khargenirmal dasparaguay vs brazilRaja bhaiyastage 3 breast cancersunita williams spacecraft trisha kar madhu katrisha kar madhuvikram misri
Next Article