Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદથી ઘણું મોટું નુકસાન થયું છે. પહાડી વિસ્તારમાં વરસાદને કારણે મેઘમહેર હવે કહેર બની રહી છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે થયેલા એક ભૂસ્ખલનમાં ચાર વ્યક્તિઓના મૃત્યું નીપજ્યા છે. જ્યારે કપન્નને કારણે ઘણા મકાનમાં તિરાડો...
11:03 AM Aug 24, 2023 IST | Hiren Dave

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદથી ઘણું મોટું નુકસાન થયું છે. પહાડી વિસ્તારમાં વરસાદને કારણે મેઘમહેર હવે કહેર બની રહી છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે થયેલા એક ભૂસ્ખલનમાં ચાર વ્યક્તિઓના મૃત્યું નીપજ્યા છે. જ્યારે કપન્નને કારણે ઘણા મકાનમાં તિરાડો પડી ચૂકી છે તો કેટલાક જોખમી પુરવાર થઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે 200થી વધારે રસ્તાઓ બ્લોક થઈ ચૂક્યા છે. વહીવટી તંત્રએ આ અંગે એક રીપોર્ટ જાહેર કરીને માહિતી આપી હતી.

 

36 કલાકથી વરસાદ વરસ્યો

અવિરત વરસાદ થવાને કારણે 16 લોકોના મૃત્યું થયા છે. મોલ રોડ પર સીડી પરથી ધોધ વહેતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. નવ જિલ્લામાં ફ્લગ આવવાની આગાહી કરવામાં આવી છે. રસ્તાઓ તૂટી જવાને કારણએ લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. વાહનવ્યહારમાં મોટી બ્રેક લાગી હતી. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પ્રવાસમાં ગયેલા પ્રવાસીઓ શિમલાના વિસ્તારમાં ફસાયા હતા. 36 કલાક સુધી વરસાદ પડતા અનેક ગામના સંપર્ક કપાયા હતા. રસ્તા પર ધોધ વહેતા હોય એવી રીતે પાણી ફરી વળ્યા હતા. અનેક પરિવારોની ઘરવખરી તણાઈ ગઈ હતી.

 

24 કલાકમાં ચાર જિલ્લાઓમાં વરસાદ

હિમાચલ પ્રદેશના ચાર જિલ્લાઓમાં ગુરૂવારથી છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે.જેના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગની એક આગાહી અનુસાર ગુરૂવારથી હજું ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેને ધ્યાને લઈને રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલા સહિતના વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે.અત્યાર સુધીમાં ભારે વરસાદને કારણે કુલ 80 વ્યક્તિઓના મોત થયા છે. તારીખ 24 જૂનના રોજ રાજ્યમાં ચોમાસુ વિધિવત રીતે શરૂ થયા બાદ 200થી વધારે લોકોએ કોઈને કોઈ ઘટનામાં જીવ ગુમાવ્યા છે.

 

દસ દિવસ સતત વરસાદ

છેલ્લા દસ દિવસમાં ભારે વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. સમરહિલ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક વધી ગયો હતો. શિમલા, મંડી અને સોલન જિલ્લામાં બુધવારે તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે આદેશ કરાયો હતો. સોલન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ઘણા મકાનોને નુકસાન થયું છે. સમગ્ર મોનસુન સીઝનની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ભારેથી અતિભારે થયો હતો. જ્યારે રણપ્રદેશ ગણતા રાજસ્થાનમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જ્યારે હિમાચલ પ્રદેશના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદથી જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ થઈ હતી.

 

મોનસુનનો છેલ્લો રાઉન્ડ

મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં મોનસુનનો આ છેલ્લો રાઉન્ડ માનવામાં આવે છે. જ્યારે પૂર્વના રાજ્ય એવા ઓડિશા, પૂર્વી મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે કહી શકાય એવો વરસાદ થઈ શકે છે. ખાસ તો ઉત્તરાખંડ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, યુપી અને ગોવામાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે, રાજસ્થાનથી લઈને છેક દિલ્હી સુધી વાદળછાયું હવામાન જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં ગત અઠવાડિયામાં થયેલા વરસાદને કારણએ દિલ્હીવાસીઓને બફારાથી મુક્તિ મળી હતી.

આ પણ વાંચો-ચંદ્રયાનના સફળ લેન્ડીંગમાં લખનૌની ડો. રિતુ કરીધલની મોટી ભૂમિકા, રોકેટ વુમન તરીકે મળી છે ઓળખ

 

Tags :
heavy rainfallIMDIMD Rain Alertindia meteorological departmentWeatherweather forecastweather todayweather update
Next Article