Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryana Assembly Elections : ભાજપ-કોંગ્રેસને પડકાર આપશે JJP-ASP ગઠબંધન, 19 ઉમેદવારોની યાદી કરી જાહેર

JJP-ASP ગઠબંધન: 19 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર હરિયાણા વિધાનસભા: JJP-ASPની ચૂંટણી રણનીતિ દિગ્ગજ ચૌટાલા ભાઈઓ ચૂંટણી મેદાનમાં Haryana Assembly Elections 2024 : જનનાયક જનતા પાર્ટી (JJP) અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) (ASP) એ આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 19...
haryana assembly elections   ભાજપ કોંગ્રેસને પડકાર આપશે jjp asp ગઠબંધન  19 ઉમેદવારોની યાદી કરી જાહેર
  • JJP-ASP ગઠબંધન: 19 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
  • હરિયાણા વિધાનસભા: JJP-ASPની ચૂંટણી રણનીતિ
  • દિગ્ગજ ચૌટાલા ભાઈઓ ચૂંટણી મેદાનમાં

Haryana Assembly Elections 2024 : જનનાયક જનતા પાર્ટી (JJP) અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) (ASP) એ આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 19 ઉમેદવારોની તેમની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં, 15 બેઠકો પર જનનાયક જનતા પાર્ટી (JJP) અને 4 બેઠકો પર આઝાદ સમાજ પાર્ટી (ASP) ના ઉમેદવારો મેદાનમાં ઉતરશે. જનનાયક જનતા પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા ઉચાના બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે તેમના ભાઈ દિગ્વિજય ચૌટાલા ડબવાલી બેઠક પરથી ચૂંટણી લડશે.

Advertisement

JJP અને ASP હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે આવ્યા સાથે

બંને પક્ષોના પ્રદેશ પ્રમુખોની સહી સાથે જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં ડૉ. રવિન્દ્ર ધેનને મુલ્લાના અનામત બેઠક પરથી જનનાયક જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવાર સોહેલ સધૌરા અનામત બેઠક પરથી મેદાનમાં હશે. આઝાદ સમાજ પાર્ટીના મુખ્ય નેતા ચંદ્રશેખર રાવણની પાર્ટી તરફથી,જે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમાં જગધારી સીટથી અશોક કશ્યપ, સોહના સીટથી વિનેશ ગુર્જર અને પલવલ સીટથી હરિત બૈંસલાના નામ સામેલ છે. આ ગઠબંધન હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પોતાના-પોતાના ઉમેદવારોને મજબૂત બનાવીને મેદાનમાં ઉતારવા માટે સંકલિત રીતે પ્રયત્ન કરી રહ્યું છે.

Advertisement

જનનાયક જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી

  • ઉચાના - દુષ્યંત ચૌટાલા
  • ડબવાલી - દિગ્વિજય ચૌટાલા
  • જુલાના - અમરજીત ધંડા
  • દાદરી - રાજદીપ ફોગાટ
  • ગોહાના - કુલદીપ મલિક
  • બાવળ - રામેશ્વર દયાળ
  • મુલાના - ડો.રવીન્દ્ર ધેન
  • રાદૌર - પ્રિન્સ બુબકા
  • ગુહલા - કૃષ્ણ જુગલર
  • જીંદ - ઈજનેર ધરમપાલ પ્રજાપત
  • નલવા - વિરેન્દ્ર ચૌધરી
  • તોષમ - રાજેશ ભારદ્વાજ
  • બેરી - સુનિલ દુજાના સરપંચ
  • અટેલી - આયુષી અભિમન્યુ રાવ
  • હોડલ - સતવીર તંવર

આઝાદ સમાજ પાર્ટીએ 4 ઉમેદવારો ઉભા રાખ્યા

આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ હાલમાં 4 ઉમેદવારો ઉભા રાખ્યા છે. ASPએ સધૌરા, જગાધરી, સોહના અને પલવલ વિધાનસભા બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આઝાદ સમાજ પાર્ટી (ASP) ઉમેદવારોની યાદી

  • સધૌરા - સોહેલ
  • જગાધરી - ડો.અશોક કશ્યપ
  • સોહના - વિનેશ ગુર્જર
  • પલવલ - હરિતા બૈંસલા

Advertisement

જણાવી દઈએ કે, દુષ્યંત ચૌટાલાની આગેવાનીવાળી જનનાયક જનતા પાર્ટી (JJP) અને ચંદ્રશેખર આઝાદની આગેવાની હેઠળની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ ગયા મહિને હરિયાણા વિધાનસભા ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો હતો. બંને નેતાઓએ 27 ઓગસ્ટે ગઠબંધનની જાહેરાત કરી હતી. ત્યારબાદ બંને નેતાઓએ કહ્યું કે, ગઠબંધન હેઠળ JJP 70 સીટો પર ચૂંટણી લડશે જ્યારે આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) રાજ્યની 20 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. ચૌટાલાના જણાવ્યા અનુસાર, તેમનું ગઠબંધન ખેડૂતો અને મજૂરોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને હરિયાણાને મજબૂત બનાવવા માટે કામ કરશે. ચૌટાલાએ કહ્યું હતું કે, "અમે રાજ્યની તમામ 90 સીટો જીતીશું." JJP હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ઓક્ટોબર 2019 થી માર્ચ 2024 સુધી 4 વર્ષ સુધી ગઠબંધનમાં હતી. આ પછી ભાજપે JJP સાથે સંબંધો તોડી નાખ્યા. હવે જોવાનું રહેશે કે આ ગઠબંધન હરિયાણામાં ભાજપ માટે મુસિબત બનશે કે પછી કોંગ્રેસને તકલીફમાં મુકશે.

આ પણ વાંચો:  સામ પિત્રોડાના મતે રાહુલ, રાજીવ ગાંધી કરતાં વધુ બુદ્ધિશાળી

Tags :
Advertisement

.