Haryana Assembly Elections : ટિકિટ બાબતે ભાજપમાં આંતરિક વિખવાદ, નારાજ નેતાઓએ પાર્ટીને કહ્યું અલવિદા
- ટિકિટ ન મળતા રણજીત ચૌટાલાનો અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય
- ભાજપના નેતાઓમાં નારાજગી: અનેક રાજીનામાં અને અપક્ષ જાહેરાત
- હરિયાણા વિધાનસભા ચૂંટણી: ટિકિટ વિવાદે ભાજપમાં આંતરિક વિખવાદ
BJP Ticket Controversy : ભાજપે બુધવારે હરિયાણા (haryana) ની 90 વિધાનસભા બેઠકો માટે 67 ઉમેદવારોની યાદી (List of 67 Candidates) જાહેર કરી હતી. જોકે, આ યાદી જાહેર થયા પછી પાર્ટીમાં અનેક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. ટિકિટ ન મળવાને કારણે કેટલાક નેતાઓએ રાજીનામું આપવાનું પસંદ કર્યું, જ્યારે કેટલાકે અપક્ષ ઉમેદવાર (Independent Candidates) તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
મંત્રી અને ધારાસભ્યનો વિરોધ
આ નારાજગીમાં મહત્વના નામો સામેલ છે, જેમાં ઉર્જા અને જેલ મંત્રી રણજીત સિંહ ચૌટાલા અને ધારાસભ્ય લક્ષ્મણ દાસ નાપા પણ સામેલ છે. બંને નેતાઓએ ટિકિટ ન મળતાં નારાજગી જાહેર કરી અને ભાજપને અલવિદા કહેવાની ઘોષણા કરી છે. આ પ્રકારની બગાવતને કારણે ભાજપને આંતરિક વિખવાદનો સામનો કરવો પડી રહ્યો છે, અને આગામી ચૂંટણીમાં આનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળી શકે છે.
અત્યાર સુધી કયા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે...?
- ભાજપની ઉમેદવાર યાદી બાદ હરિયાણા (Haryana) ના નેતાઓમાં ઉગ્ર નારાજગી: ટિકિટ ન મળતા અનેક રાજીનામાં અને અપક્ષ ઉમેદવારીની જાહેરાત
- ભાજપે બુધવારે હરિયાણાની 90 વિધાનસભા બેઠકોમાં 67 ઉમેદવારોની યાદી જાહેર કરી, જે બાદ પાર્ટીમાંથી નારાજગીના સ્વરો ઉઠ્યા છે. ટિકિટ ન મળતાં અનેક વરિષ્ઠ નેતાઓએ રાજીનામાં આપી દીધાં છે અને કેટલાકે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ઘોષણા કરી છે.
- લક્ષ્મણ નાપા - રતિયાના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ ટિકિટ ન મળવા પર ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. રતિયાથી ભાજપે પૂર્વ સાંસદ સુનીતા દુગ્ગલને મેદાનમાં ઉતાર્યા છે.
- કરણ દેવ કંબોજ - હરિયાણા BJP OBC મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કરણ દેવ કંબોજે ઈન્દ્રી વિધાનસભા સીટ માટે ટિકિટ ન મળતાં તેમના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે.
- વિકાસ ઉર્ફે બલે - દાદરી કિસાન મોરચાના જિલ્લા અધ્યક્ષ વિકાસ ઉર્ફે બલેએ પણ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.
- અમિત જૈન - BJP યુવા પ્રદેશ કાર્યકારિણીના સભ્ય અને સોનીપત વિધાનસભા ચૂંટણીના પ્રભારીએ પણ રાજીનામું આપ્યું છે.
- શમશેર ગિલ - ઉકલાના સીટ માટે ભાજપના નેતા શમશેર ગિલે રાજીનામું આપ્યું છે, કારણ કે આ સીટ માટે પાર્ટીએ પૂર્વ મંત્રી અનુપ ધાનકની પસંદગી કરી હતી.
- સુખવિંદર મંડી - હરિયાણા BJP કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર મંડીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
- દર્શન ગિરી મહારાજ - હિસારના ભાજપ નેતા દર્શન ગિરી મહારાજે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે.
- સીમા ગેબીપુર - ભાજપના વરિષ્ઠ નેતા સીમા ગેબીપૂરે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
- આદિત્ય ચૌટાલા - HSAM બોર્ડના અધ્યક્ષ આદિત્ય ચૌટાલાએ પણ પદેથી રાજીનામું આપ્યું છે. 2014માં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
- આશુ શેરા - પાણીપતના BJP મહિલા પાંખના જિલ્લા અધ્યક્ષ આશુ શેરાએ પણ ટિકિટ કેન્સલ થવા પર રાજીનામું આપ્યું છે.
- સવિતા જિંદાલ - હિસારના સવિતા જિંદાલે ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
- તરુણ જૈન - હિસારથી અપક્ષ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવનાર તરુણ જૈને પણ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.
- નવીન ગોયલ - ગુડગાંવના ભાજપના નેતા નવીન ગોયલ પણ રાજીનામું આપીને અલગ થવાનો નિર્ણય કર્યો છે.
- ડૉ. સતીશ ઢોલા - રેવાડીથી ટિકિટની માંગણી કરતી વખતે ડૉ. સતીશ ઢોલાએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું.
- ઈન્દુ વાલેચા - BJPના પૂર્વ કાઉન્સિલર સંજીવ વાલેચાના પત્ની ઈન્દુ વાલેચાએ પણ પાર્ટી છોડી દીધી છે.
- બચનસિંહ આર્ય - પૂર્વ મંત્રી બચનસિંહ આર્યે પણ રાજીનામું આપ્યું છે.
- રણજિત ચૌટાલા - ઉર્જા અને જેલ મંત્રી રણજિત ચૌટાલાએ ટિકિટ ન મળતાં મંત્રી પદેથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
- બિશમ્બર વાલ્મિકી - BJPના પૂર્વ મંત્રી બિશમ્બર વાલ્મિકીએ પણ પાર્ટી છોડી છે.
- પંડિત જીએલ શર્મા - પ્રદેશ BJPના ઉપપ્રમુખ પંડિત જીએલ શર્માએ રાજીનામું આપીને દુષ્યંત ચૌટાલાની નજીક જવાનો નિર્ણય લીધો છે. 8 સપ્ટેમ્બરે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
- પ્રશાંત સન્ની યાદવ - રેવાડી સીટ માટે ટિકિટ ન મળતા, પ્રશાંત સન્ની યાદવે પણ રાજીનામું આપ્યું અને હવે તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની સંભાવના છે.
#WATCH | Kurukshetra: Haryana CM Nayab Singh Saini says, "... People of Haryana will vote for BJP for the third time and we will form the government with a huge majority. The double-engine government has worked extensively in the state. It is PM Narendra Modi's vision to have a… pic.twitter.com/fx00nXMnAK
— ANI (@ANI) September 5, 2024
રણજીત ચૌટાલાનો અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય
ઉર્જા અને જેલ મંત્રી રણજીત ચૌટાલા, જે મધ્યપ્રદેશના પૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના પુત્ર છે, તેમણે ટિકિટ કપાયા બાદ પોતાના સમર્થકો સાથે ચર્ચા કર્યા પછી મહત્વનો નિર્ણય લીધો છે. 79 વર્ષીય ચૌટાલાએ જણાવ્યું કે, હવે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે હરિયાણાની વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections) માં મેદાનમાં ઉતરશે. તેમના માટે આ નિર્ણય એ સમયે આવ્યો જ્યારે ભાજપે ટિકિટ આપી ન હતી. આ મુદ્દે તેમણે કહ્યું કે, ટિકિટ ન મળવાના કારણે તેઓ નિરાશ થયા છે, પરંતુ સમર્થકોના સતત દબાણને કારણે આ નિર્ણીતક પગલું ભર્યું છે.
આપક્ષ ઉમેદવારીના નિર્ણય સાથે અન્ય નારાજગીઓ
રણજીત ચૌટાલાનો આ નિર્ણય ભાજપ માટે એક મોટો ફટકો છે, કારણ કે અન્ય કેટલાક મોટા નેતાઓએ પણ ટિકિટ ન મળવાના કારણે નારાજગી દર્શાવી છે. રતિયાના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ ટિકિટ ન મળતાં ભાજપને અલવિદા કહી દીધું છે, જ્યારે પૂર્વ મંત્રી કરણ દેવ કંબોજે ટિકિટની અવગણના થતા હરિયાણા BJP OBC મોરચાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું.
Ranjit Chautala resigns as minister, to contest Haryana polls as independent
Read @ANI Story | https://t.co/oXeLuDzAk1#Haryanapolls #BJP #Ranjitchautala pic.twitter.com/UXvusZpOGx
— ANI Digital (@ani_digital) September 5, 2024
ભાજપની ઉમેદવાર યાદી જાહેર થઈ
ભાજપે બુધવારે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 67 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. લાડવા બેઠક પરથી નાયબ સિંહ સૈનીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે અનિલ વિજને અંબાલા બેઠક પરથી ટિકિટ મળી છે. આ ઉપરાંત, ગુહાના સીટ પરથી અરવિંદ શર્માને ટિકિટ અપાઈ છે. હરિયાણાની વિધાનસભા ચૂંટણી 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં યોજાવાની છે અને 8 ઓક્ટોબરે પરિણામો જાહેર થશે.
આ પણ વાંચો: બ્રિજભૂષણ શરણ સિંહે યૌન ઉત્પીડનના આરોપો પર પોતાનું મૌન તોડ્યું, કોંગ્રેસ પર લગાવ્યો ષડયંત્રનો આરોપ