ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Haryana Assembly Elections : ભાજપે હરિયાણા માટે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર ભાજપની હરિયાણા માટેની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામો જાહેર 29 ઓગસ્ટના રોજ મળી હતી હરિયાણા માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાકીના ઉમેદવારોના નામો બીજી યાદીમાં જાહેર કરવામાં આવશે...
08:46 PM Sep 04, 2024 IST | Hardik Shah
ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર ભાજપની હરિયાણા માટેની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામો જાહેર 29 ઓગસ્ટના રોજ મળી હતી હરિયાણા માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાકીના ઉમેદવારોના નામો બીજી યાદીમાં જાહેર કરવામાં આવશે...
featuredImage featuredImage
BJP announced the first list of 67 candidates for Haryana

Haryana Assembly Elections : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે (BJP) 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની સીટ બદલાઈ છે. સૈની હવે કરનાલને બદલે કુરુક્ષેત્રની લાડવા સીટ પરથી ચૂંટણી લડશે. સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલાથી, અનિલ વિજ અંબાલા કેન્ટથી, કંવર પાલ ગુર્જર જગાધરીથી, પૂર્વ સાંસદ સુનિતા દુગ્ગલ રતિયાથી, કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્ય બિશ્નોઈ આદમપુરથી, તેજપાલ તંવર સોહનાથી ચૂંટણી લડશે. ગત ચૂંટણીમાં લાડવાથી કોંગ્રેસ જીતી હતી. હરિયાણામાં થોડા સમય પહેલા JJP-ASP એ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. આ ગઠબંધને પોતાની પ્રથમ યાદીમાં કુલ 19 નામોની જાહેરાત કરી હતી.

ભાજપે કોને કોને આપી ટિકિટ?

ભાજપે (BJP) પોતાના પક્ષના નેતાઓના બાળકોને પણ ટિકિટ આપી છે. કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની દીકરી આરતી રાવને અટેલીથી ટિકિટ મળી છે. જ્યારે તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કિરણ ચૌધરીની દીકરી શ્રુતિ ચૌધરીને તોશામમાંથી ટિકિટ આપવામાં આવી છે. કિરણ ચૌધરી અહીંથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. હવે તે રાજ્યસભાના સાંસદ બની ગયા છે. કુલદીપ બિશ્નોઈના દીકરા ભવ્યને આદમપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

પૂર્વ સાંસદ અરવિંદ શર્માને પણ ટિકિટ મળી

અસીમ ગોયલને અંબાલા કેન્ટથી જ્યારે સુભાષ સુધાને થાનેસરથી ટિકિટ મળી છે. મંત્રી મહિલાપાલ ધાંડાને પાણીપત ગ્રામ્ય બેઠક પરથી ટિકિટ મળી છે. આ સાથે જ ભાજપે (BJP) પ્રમોદ વિજને પાણીપત શહેરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ગોહાનાથી પૂર્વ સાંસદ ડો.અરવિંદ શર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાનિયામાંથી શીશપાલ કંબોજને ટિકિટ મળી છે. કેબિનેટ મંત્રી રણજીત સિંહ ચૌટાલા અહીંથી ધારાસભ્ય હતા. ભાજપે તેમને ટિકિટ આપી નથી. ચૌટાલાને હિસાર લોકસભા બેઠક પરથી ટિકિટ મળી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. હાલમાં જ JJP માંથી ભાજપમાં જોડાયેલા દેવેન્દ્ર સિંહ બબલીને પણ તેમની સીટ ટોહાનાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

2014માં પહેલીવાર ભાજપની સરકાર બની હતી

હરિયાણા વિધાનસભા માટે 2014માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત જીત મેળવી હતી. ભાજપે 47 બેઠકો જીતીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. ત્યારબાદ INLD 19 બેઠકો જીતીને બીજા સ્થાને હતી અને કોંગ્રેસ 15 બેઠકો સાથે ત્રીજા સ્થાને હતી. ફરીથી 2019 માં, હરિયાણાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષ બહુમતીના આંકડા સુધી પહોંચી શક્યો ન હતો અને ભાજપ 40 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. કોંગ્રેસનો કાફલો 31 બેઠકો પર અટકી ગયો હતો અને નવી બનેલી જનનાયક જનતા પાર્ટી (JJP) એ 10 બેઠકો પર જીત મેળવી હતી. ચૌટાલા પરિવારની પાર્ટી INLD માત્ર એક સીટ જીતી શકી હતી.

આ પણ વાંચો:  Haryana Assembly Elections : ભાજપ-કોંગ્રેસને પડકાર આપશે JJP-ASP ગઠબંધન, 19 ઉમેદવારોની યાદી કરી જાહેર

Tags :
bjp Haryana candidate listBJP list for HaryanaBJP releases first list Haryana Assembly electionsGujarat FirstHardik ShahHaryana Assembly ElectionHaryana assembly elections