Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HARIDWAR:ગંગા બની ગાંડીતૂર, અનેક ગાડીઓ તણાઇ,જુઓ video

HARIDWAR: ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ખતરાની સપાટીને પાર કરી ગઇ છે . ભારે વરસાદના લીધે હરિદ્વારના ખરખરીની સુકી નદીઓ પર ઉભેલી ગાડીઓ ગંગામાં તણાઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ડઝનો ગાડીઓ ગંગામાં વહી ગઇ છે. તો બીજી તરફ...
haridwar ગંગા બની ગાંડીતૂર  અનેક ગાડીઓ તણાઇ જુઓ video

HARIDWAR: ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ખતરાની સપાટીને પાર કરી ગઇ છે . ભારે વરસાદના લીધે હરિદ્વારના ખરખરીની સુકી નદીઓ પર ઉભેલી ગાડીઓ ગંગામાં તણાઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ડઝનો ગાડીઓ ગંગામાં વહી ગઇ છે. તો બીજી તરફ ઉત્તરી હરિદ્વારમાં પાણીનો ભરાવો થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઉત્તરાખંડમાં મોનસૂનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડમાં 27 જૂનથી ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે અને હવે સમગ્ર વિસ્તારને કવર કરી લીધો છે. રવિવારથી 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ પિથોરાગઢ અને બાગેશ્વરમાં 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે આ અઠવાડિયે ઉત્તરાખંડના અન્ય અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમથી વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ચોમાસાના આગમન સાથે જ ઉત્તરાખંડમાં વરસાદ શરૂ થઇ ગયો છે. શનિવારે બપોરે હરિદ્વારમાં વરસાદના કારણે ગંગા નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. તેના લીધે ડઝનો ગાડીઓ નદીમાં તણાઇ ગઇ હતી. ગંગા નદીમાં તણાઇ રહેલી ગાડીઓને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. જોકે નદીમાં ગાડીઓ વહી જતાં જાનમાલને ભારે નુકસાન થયું છે.

આઈએમડીના ડિરેક્ટરે આ મામલે આ વાત કહી

દેહરાદૂન IMDના ડિરેક્ટર ડૉ. બિક્રમ સિંહે જણાવ્યું કે ચોમાસું 27 જૂને ઉત્તરાખંડમાં પ્રવેશ્યું છે અને સમગ્ર રાજ્યને આવરી લીધું છે. આવતીકાલથી 4 જુલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે. પિથોરાગઢ બાગેશ્વરમાં 4 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તરાખંડના અન્ય અલગ-અલગ વિસ્તારોમાં અઠવાડિયા દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

Advertisement

વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના

તે જ સમયે, શુક્રવારે સવારે દિલ્હીમાં વરસાદને કારણે, દિલ્હી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ. ટર્મિનલ 1 પર પાર્કિંગની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, 'સવારે સાડા પાંચ વાગ્યે વીજળી પડી અને એવું લાગી રહ્યું હતું કે જાણે વાદળ ફાટ્યું હોય. અમે જોયું તો છત પડી ગઈ હતી જેની નીચે 8-10 વાહનો પણ દટાઈ ગયા હતા. એક કે બે લોકોના મોતના સમાચાર છે અને ઘણા ઘાયલ પણ થયા છે.

Advertisement

આ પણ  વાંચો  - HEMANT SOREN: જેલમાંથી બહાર આવતા જ હેમંત સોરેને ભાજપને પડકાર ફેંકતા કહી આ વાત

આ પણ  વાંચો  - ARVIND KEJRIWALની ન્યાયિક કસ્ટડી પર કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત

આ પણ  વાંચો  - JDU : કાર્યકારી અધ્યક્ષ બનતા જ સંજય ઝા એ વધાર્યું BJPનું ટેન્શન

Tags :
Advertisement

.