Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રોડકાસ્ટિંગ બિલ પર સરકારનો U-Turn! શું ફરી થશે વિચારણા?

બ્રોડકાસ્ટિંગ બિલ, શું છે આ પાછળનું રહસ્ય? પ્રેસની આઝાદી પર ખતરો? બિલ પાછો ખેંચાયો ડિજિટલ ક્રાંતિ સામે સરકારનો ઝુકાવ? કેન્દ્ર સરકારે હાલમાં બ્રોડકાસ્ટિંગ બિલ 2024 (Broadcasting Bill 2024) પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિવિધ પક્ષો તરફથી મળેલી...
બ્રોડકાસ્ટિંગ બિલ પર સરકારનો u turn  શું ફરી થશે વિચારણા
  • બ્રોડકાસ્ટિંગ બિલ, શું છે આ પાછળનું રહસ્ય?
  • પ્રેસની આઝાદી પર ખતરો? બિલ પાછો ખેંચાયો
  • ડિજિટલ ક્રાંતિ સામે સરકારનો ઝુકાવ?

કેન્દ્ર સરકારે હાલમાં બ્રોડકાસ્ટિંગ બિલ 2024 (Broadcasting Bill 2024) પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિવિધ પક્ષો તરફથી મળેલી પ્રતિક્રિયાઓ અને સૂચનોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

Advertisement

શું હતું આ બિલ?

સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસ (રેગ્યુલેશન) બિલને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ બિલ જે દેશના પ્રસારણ ક્ષેત્રને નિયમન કરવાનો છે, તેના પર જાહેર ટિપ્પણી માટેનો સમય વધારવામાં આવ્યો છે. આ બિલનો મુસદ્દો સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ગત વર્ષે નવેમ્બરમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ બિલનો મુખ્ય હેતુ દેશમાં પ્રસારણ ક્ષેત્રને નિયમન કરવાનો હતો. બિલમાં ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને વ્યક્તિગત કન્ટેન્ટ ક્રિએટર્સને સંબંધિત નવા નિયમો અને નિયંત્રણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Advertisement

નિર્ણય કેમ પાછો ખેંચાયો?

આ બિલના ડ્રાફ્ટ પર જાહેર ટિપ્પણી માટે સમય આપવામાં આવ્યો હતો, જેમાં ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ સહિત વિવિધ પક્ષોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઘણા લોકોનું માનવું હતું કે આ બિલથી પ્રેસની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ આવી શકે છે. આ બિલના કેટલાક નિયમોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકારે બિલ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.

આગળ શું?

સરકાર હવે આ બિલના નવા ડ્રાફ્ટ પર કામ કરી રહી છે. હિતધારકો પાસે 15 ઓક્ટોબર, 2024 સુધી પોતાની ટિપ્પણીઓ રજૂ કરવાનો સમય છે. સરકાર આ તમામ ટિપ્પણીઓનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરશે અને પછી બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરશે. નવા ડ્રાફ્ટમાં વિવિધ પક્ષોની ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવશે અને વધુ વિસ્તૃત ચર્ચા બાદ જ બિલને ફરીથી રજૂ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો:  Delhi Excise Policy Case : કેજરીવાલ જેલમાંથી બહાર આવશે? CBI ની અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારી...

Tags :
Advertisement

.