Mukesh Ambani ને પાછળ છોડી Gautam Adani બન્યા ભારતના સૌથી ધનિક વ્યક્તિ
Hurun Rich List : ભારતના 334 અબજપતિઓની Rich List જાહેર કરવામાં આવી છે, જેમાં ગૌતમ અદાણી (Gautam Adani) ટોચ પર પહોંચી ગયા છે. આ પછી મુકેશ અંબાણી (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ના માલિક છે. એટલે કે હુરુન રિચ લિસ્ટ (Hurun Rich List) માં ગૌતમ અદાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ (richest person in India) બની ગયા છે. આ પછી મુકેશ અંબાણી અને શિવ નાદર (Mukesh Ambani and Shiv Nadar) છે. હુરુન રિચ લિસ્ટ 2024 (Hurun Rich List 2024) માં પ્રથમ વખત 300થી વધુ ભારતીય અબજોપતિઓ (more than 300 Indian billionaires) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 13 વર્ષ પહેલા જાહેર કરાયેલી યાદી કરતાં 6 ગણું વધુ છે.
ગૌતમ અદાણી હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ટોચ પર
હુરુન રિચ લિસ્ટ 2024માં મોટો ઉછાળો જોવા મળ્યો છે. હવે આ યાદીમાં 1,500થી વધુ વ્યક્તિઓ પાસે રૂ.1,000 કરોડ કે તેથી વધુની કુલ સંપત્તિ છે. આ 7 વર્ષ પહેલાની સરખામણીમાં 150% નો વધારો દર્શાવે છે. હુરુન ઈન્ડિયાએ કુલ 1,539 અતિ શ્રીમંત વ્યક્તિઓની ઓળખ કરી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 220 નો નોંધપાત્ર વધારો છે. હુરુન રિચ લિસ્ટ 2024માં પ્રથમ વખત 1500થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે છેલ્લા 5 વર્ષમાં 86 ટકાનો વધારો દર્શાવે છે. આ લોકોની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. આ યાદીમાં પહેલીવાર 334 અબજોપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમની પાસે અબજોની સંપત્તિ છે. ગૌતમ અદાણી (62) અને તેમનો પરિવાર 11.6 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે 2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ટોચ પર છે. તેમની સંપત્તિમાં 95%નો વધારો થયો છે. આ મજબૂત ઉછાળાને કારણે તે આ યાદીમાં ટોચ પર આવી ગયો છે.
Who Tops the 2024 Hurun India Rich List?
Gautam Adani leads the charge, followed by Mukesh Ambani and Shiv Nadar. But who else makes the top 10? Uncover the full lineup of India's wealthiest individuals and see how fortunes have shifted.
For the complete list and exclusive… pic.twitter.com/PDQKlXEtDH
— HURUN INDIA (@HurunReportInd) August 29, 2024
અદાણીની સંપત્તિમાં થયેલા વધારા અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિંડનબર્ગના આરોપો પછી ફોનિક્સની જેમ વધી રહેલા ગૌતમ અદાણી અને તેમના પરિવારે આ વર્ષની રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિ 95 ટકા વધીને 11,61,800 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
અદાણીની સંપત્તિ કેમ વધી?
અદાણીની સંપત્તિમાં થયેલો નોંધપાત્ર વધારો ગત વર્ષે અદાણી ગ્રુપના શેરના ભાવમાં થયેલા તીવ્ર વધારાને આભારી છે. ઉદાહરણ તરીકે, અદાણી પોર્ટ્સે 98% ની વૃદ્ધિ નોંધાવી હતી, જે વધેલી ઓપરેશનલ ક્ષમતા અને વધારાના બંદરો અને કન્ટેનર ટર્મિનલ્સના આગામી સંપાદન દ્વારા સંચાલિત છે. વળી ઊર્જા ક્ષેત્રની કંપનીઓ અદાણી એનર્જી, અદાણી ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવરના શેરમાં લગભગ 76 ટકાનો ઉછાળો આવ્યો છે.
મુકેશ અંબાણી પાસે કેટલી સંપત્તિ છે?
ગૌતમ અદાણી પછી આ યાદીમાં મુકેશ અંબાણી છે, જેમની કુલ સંપત્તિ 10,14,700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે ગયા વર્ષની સરખામણીમાં સંપત્તિમાં 25%નો વધારો દર્શાવે છે. ત્રીજા સ્થાને HCLના સ્થાપક શિવ નાદર અને તેમનો પરિવાર છે, જેમની કુલ સંપત્તિ 314,000 કરોડ રૂપિયા છે. આ પછી, પ્રખ્યાત વેક્સીન ઉદ્યોગપતિ સાયરસ એસ પૂનાવાલા 289,800 કરોડની સંપત્તિ સાથે યાદીમાં ચોથા સ્થાને છે.
આ યાદીમાં શાહરૂખ ખાન પણ સામેલ છે
પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પણ 2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં છે, જે 58 વર્ષના છે અને જેની કુલ સંપત્તિ 7,300 કરોડ રૂપિયા છે. ખાનની સંપત્તિ મુખ્યત્વે કોલકાતા નાઈટ રાઈડર્સ ક્રિકેટ ટીમ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં તેમના રોકાણમાંથી આવે છે. આ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી જુહી ચાવલા અને તેનો પરિવાર, રિતિક રોશન, કરણ જોહર અને અમિતાભ બચ્ચનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં કરી આ મોટી જાહેરાત