Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gallantry Awards 2024: ભારતના સુરક્ષા અધિકારીઓને વિવિધ પુરસ્કારો સોંપીને કરાશે સન્માનિત

Gallantry Awards 2024: ભારતીય ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય અવસર દરમિયાન 1132 જવાનોને Gallantry Awards 2024 થી સન્માનિત કરવામાં આવશે. ત્યારે આ Gallantry Awards 2024 ની યાદીમાં Police, Fire Service Officer, Home guard  અને Civil Defense Officers નો સમાવેશ કરવામાં...
05:19 PM Jan 25, 2024 IST | Aviraj Bagda
Security officers of India will be felicitated by handing over various awards

Gallantry Awards 2024: ભારતીય ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય અવસર દરમિયાન 1132 જવાનોને Gallantry Awards 2024 થી સન્માનિત કરવામાં આવશે. ત્યારે આ Gallantry Awards 2024 ની યાદીમાં Police, Fire Service Officer, Home guard  અને Civil Defense Officers નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાંથી 277 કર્મચારીઓને પસંદ કરવામાં આવેલા છે. તેથી તેમને પ્રજાસત્તાક દિવસ પર આ Gallantry Awards એનાયત કરાશે.

તે સહિત Delhi Police એ ત્રણ એકાઉન્ટર નિષ્ણાતોને વિશિષ્ટ President Medal (PSM) એનાયત કરવામાં આવશે. જેમાં ACP લલિત મોહન નેગી અને ACP હૃદય ભૂષણના નામ સામેલ છે. આ બંને પોલીસકર્મીઓએ Indian Mujahideen સહિત ઘણા મોટા Terrorist Attack ને નષ્ટ કરવામાં ફાળો આપ્યો હતો. આ ઉપરાંત Delhi Police Sub Inspector ઈશ્વર સિંહ માટે રાષ્ટ્રપતિ મેડલની પણ જાહેરાત કરવામાં આવી છે.

 તેમની ટીમે Sidhu Moosewala Murder Case ના તમામ શૂટરોની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ A શ્રેણીના આતંકવાદી Javed Mattoo ની પણ ધરપકડ કરી હતી. Javed Mattoo જમ્મુ અને કાશ્મીરનો એકમાત્ર જીવતો A શ્રેણીનો આતંકવાદી છે. આ અધિકારીઓએ 4 જાન્યુઆરીએ તેની દિલ્હીથી ધરપકડ કરી હતી. ચાર પ્રકારના મેડલ

તાજેકરમાં Gallantry Awards યાદીમાં ફેરફાર થયા છે

Gallantry Awards 2024

તાજેતરના વર્ષોમાં સરકારે Gallantry Awards માં ફેરફાર કર્યા છે. તેના અંતર્ગત શૌર્ય માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર (PMG), શૌર્ય પુરસ્કાર (GM), વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર (PSM) અને Medal for Meritorious Service (MSS) નો સમાવેશ કરવામાં આવ્યો છે.

કુલ 1132 અધિકારીઓને વિવિધ પુરસ્કાર મળશે

આ ફેરફારો પછી કુલ 1132 કર્મચારીઓ માટે શૌર્ય/સેવા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. PMG પુરસ્કાર 'દુર્લભ અને પ્રતિષ્ઠિત વીરતાના કાર્ય' ના આધારે આપવામાં આવે છે. જ્યારે GM Medal 'બહાદુરીના વિશિષ્ટ કાર્ય' ના આધારે આપવામાં આવે છે.

વિવિધ શ્રેણી અંતર્ગત પુરસ્કાર એનાયત કરાશે

વિશિષ્ટ સેવા (PSM) માટેના 102 રાષ્ટ્રપતિ પુરસ્કરોમાંથી 94 પોલીસ સેવા, 4 ફાયર સર્વિસ અને 4  Civil Defense અને Home Guard સેવાને એનાયત કરવામાં આવશે. Medal for Meritorious Service માટે 753 મેડલ્સમાંથી 667 પોલીસ સેવાને, 32 ફાયર સર્વિસને, 27 Civil Defense અને Home Guard ને અને 27 Civil Defense Service ને એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચો: Accident : શાહજહાંપુરમાં 12 શ્રદ્ધાળુઓના મોત, પહેલા મારી ટકકર અને પછી ઘાયલોને કચડીને ભાગ્યો ડ્રાઈવર…

Tags :
Civil OfficersCivilServicedefenseDefense OfficerGallantry AwardsGallantry awards 2024GujaratGujaratFirstInspectorpolice
Next Article