G20 SUMMIT : ભારત પહોંચ્યા જમાઈ, દિલ્હીમાં ઉમરકાભેર સ્વાગત
દિલ્હીમાં 9થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી G20 સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે UK ના વડા પ્રધાન ઋષિ સુનક ભારતમાં G20 સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. બ્રિટિશ પીએમ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા નારાયણ મૂર્તિ સાથે આવ્યા છે. આ સિવાય 9 વધુ દેશોને સમિટમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
દિલ્હી પહોંચતા પહેલા, ઋષિ સુનકે અગાઉ ટ્વિટર પર લખ્યું હતું કે તેઓ ખૂબ જ સ્પષ્ટ ધ્યાન સાથે G20 સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે. તેણે 'ભારતના જમાઈ' કહેવા પર પણ પ્રતિક્રિયા આપી છે.
#WATCH | G 20 in India | United Kingdom Prime Minister Rishi Sunak arrives in Delhi for the G 20 Summit.
He was received by MoS for Consumer Affairs, Food and Public Distribution, and Ministry of Environment, Forest and Climate Change Ashwini Kumar Choubey. pic.twitter.com/NIHgQ00P23
— ANI (@ANI) September 8, 2023
ત્યારે બીજી તરફ ખાદ્ય અને જાહેર વિતરણ અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ દિલ્હી એરપોર્ટ પર યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકનું સ્વાગત કર્યું.
#WATCH | G 20 in India | United Kingdom Prime Minister Rishi Sunak lands in Delhi for the G 20 Summit. pic.twitter.com/ofZW6UEkt4
— ANI (@ANI) September 8, 2023
દેશ તમામ મહેમાનોના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત છે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મહેમાનો આજથી ભારત આવવાનું શરૂ કરશે. કોન્ફરન્સ દરમિયાન જે હોટલોમાં મહેમાનો રોકાશે ત્યાં સુરક્ષા સઘન કરવામાં આવી છે.આ સમિટ નવા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેને ભારત મંડપમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
PM મોદી G20 સમિટમાં કુલ 15 બેઠકો કરશે
PM મોદી G20 સમિટમાં કુલ 15 બેઠકો કરશે. આજે, પીએમ મોદી કુલ ત્રણ દિવસ માટે દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે, જેમાં અમેરિકા, બાંગ્લાદેશ અને મોરેશિયસના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનનો સમાવેશ થાય છે. 9 સપ્ટેમ્બરે G20 બેઠકો ઉપરાંત, PM UK, જાપાન, જર્મની અને ઇટાલી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને 10 સપ્ટેમ્બરે PM ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વર્કિંગ લંચ મીટિંગ કરશે.
આ આપણ વાંચો -G20 SUMMIT 2023: આજે સાંજે દિલ્હી આવશે જો બાઇડેન, PM MODIનું મહત્વનું ટ્વિટ