Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

G20 Summit : રાજઘાટ પર વિદેશી મહેમાનોનું આગમન, PM મોદીએ ખાદીનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત

ભારતમાં આયોજિત G20 કોન્ફરન્સનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારથી જ મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું હતું. રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વભરના ઘણા દેશોના વડાઓ...
g20 summit   રાજઘાટ પર વિદેશી મહેમાનોનું આગમન  pm મોદીએ ખાદીનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત

ભારતમાં આયોજિત G20 કોન્ફરન્સનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારથી જ મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું હતું. રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વભરના ઘણા દેશોના વડાઓ હાલમાં દિલ્હીમાં છે. G20 સમિટના પ્રથમ દિવસે 'નવી દિલ્હી ઘોષણા' સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંજે રાષ્ટ્રપતિ દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

ઈજિપ્તના રાષ્ટ્રપતિ અને મોરેશિયસના વડાપ્રધાન આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદીની શાલ ભેટ આપીને દરેકનું સન્માન અને સ્વાગત કરી રહ્યા છે. પ્રવિંદ જગુનાથ પણ  મૂળ ભારતીય છે અને મોરેશિયસના વડાપ્રધાન છે. વડા પ્રધાને રાજ્યોના વડાઓનું સ્વાગત કર્યા પછી, તેઓ મહાત્મા ગાંધી વિશે  યશગાથા વર્ણવી હતું

Advertisement

રવિવારે G20 સમિટનો બીજો દિવસ છે. નવી દિલ્હી મેનિફેસ્ટો પર પહેલા જ દિવસે સર્વસંમતિ સધાઈને ઈતિહાસ રચાયો છે. આ વખતે જી-20 સમિટ પણ અત્યાર સુધીની સૌથી સફળ સમિટ બની છે. અગાઉની સમિટની સરખામણીમાં આમાં વધુ કામ કરવામાં આવ્યું છે. બીજા દિવસે સમિટનું ત્રીજું સત્ર 'વન ફ્યુચર' યોજાશે. આ કાર્યક્રમ ભારત મંડપમમાં યોજાશે.

Advertisement

રાજઘાટ પર મહેમાનોના આગમનનો સિલસિલો યથાવત છે

રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા વિદેશી મહેમાનોના આગમનની પ્રક્રિયા ચાલુ છે. અહીં પીએમ મોદી ખાદીનો ખેસ પહેરાવીને તમામ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે. આ સાથે PM મોદી સાબરમતીની પૃષ્ઠભૂમિ પર મહેમાનોને બાપુની  યશગાથા વર્ણવી હતી .

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પર પહોંચેલા વિદેશી મહેમાનો

G-20 સમિટ માટે આવનારા વિદેશી મહેમાનો રાજઘાટ પર આવવા લાગ્યા છે. અહીં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. વડાપ્રધાન મોદી ત્યાં તમામ વિદેશી મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે. PM મોદી G-20 નેતાઓને ખાદીનો ખેસ પહેરાવીને તેમનું સન્માન કરી રહ્યા છે.

આ  પણ  વાંચો -G20 SUMMIT 2023 : અક્ષતા મૂર્તિ સાથે અક્ષરધામ મંદિરન પહોંચ્યા ઋષિ સુનક, ભગવાન સ્વામી નારાયણના કર્યા દર્શન

Tags :
Advertisement

.