Free Liquor: આ રાજયમાં દારૂના શોખીનોની બલ્લે બલ્લે!
- UPમાં એક દારુની બોટલ ભારે ડિસ્કાઉન્ટ
- એક બોટલ એક બોટલ ફ્રી ની ઓફર
- દારૂની દુકાનની બહાર લાગી લોકો લઈન
Free Liquor: ઉત્તર પ્રદેશમાં દારૂ વેચનારાઓએ સ્ટોક ખાલી કરવા માટે દારૂ પર ભારે ડિસ્કાઉન્ટ (UP liquor discount)આપવાનું શરૂ કર્યું છે. સરકારની નવી દારૂ નીતિને (UP new liquor policy) ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.લખનૌ સહિત ઘણા શહેરોમાં,દારૂની દુકાનોની બહાર વિશાળ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.જેમાં ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ અને મફત બોટલ જેવી યોજનાઓ સાથે ઓફર કરવામાં આવે છે.દુકાનદારોનું કહેવુ છે કે જો તેઓ સ્ટોક પુરો ન કરી શક્યા તો તેમણે ભારે નુકસાન ભોગવવું પડશે.
લિકર એસોસિએશનના એડવોકેટ રોહિત જયસ્વાલે જણાવ્યું હતું કે વેપારીઓએ સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી હતી,જેમાં માંગ કરવામાં આવી હતી કે 31 માર્ચ પહેલા બાકી રહેલ દારૂનું વેચાણ કરવામાં આવે જેથી દુકાનદારોને નુકસાની ન ભોગવવી પડે. જો કે કોર્ટ દ્વારા હજી આ મુદ્દે કઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
દારૂ પર ભારે ડિસ્કાઉન્ટ આપીને સ્ટોક ખાલી કરવાનો પ્રયાસ
વેપારીઓનું કહેવું છે કે જો સરકાર સ્ટોક પાછો નહીં લે તો તેમણે બાકી રહેલો માલ નાશ કરવો પડશે, જેના કારણે ભારે નાણાકીય નુકસાન થશે. આવી સ્થિતિમાં, તેઓ દારૂ પર ભારે ડિસ્કાઉન્ટ આપીને પોતાનો સ્ટોક ખાલી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો -Kunal Kamra નો વધુ એક વીડિયો આવ્યો સામે,ઓફિસના તોડફોડનો કર્યો ઉલ્લેખ
દરેક કોન્ટ્રાક્ટ આ ઓફર આપતો નથી
એક બોટલ એક બોટલ મફતમાં આપવાની ઓફર દરેક દુકાન પર ઉપલબ્ધ નથી. ફક્ત થોડા જ લોકો તે ઓફર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઓફર આપવાનો નિર્ણય દરેક દુકાનદાર માટે વ્યક્તિગત છે. જેઓ પોતાનો સ્ટોક ઝડપથી પૂરો કરવા માંગે છે તેઓ આ કરી રહ્યા છે.
આ પણ વાંચો -હવે આ રાજ્યમાં નહીં ચાલો CNG રિક્ષા? સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય
વિડિઓ વાયરલ થયો
મંગળવારે, સોશિયલ મીડિયા પર 19 સેકન્ડનો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં દારૂની દુકાનની બહાર લોકોની કતારો જોવા મળે છે. બધાને દારૂ ખરીદવાની ઉતાવળ હોય તેવું લાગે છે. કેટલાક લોકો એક કે બે બોટલ ખરીદવા માટે ઉત્સુક લાગે છે, જ્યારે કેટલાક આખું બોક્સ ખરીદવા માટે ઉત્સુક હોય છે. આ કિસ્સામાં, એવું જાણવા મળ્યું કે 31 માર્ચ સુધી બંધ રહેવાને કારણે, સ્ટોક ખાલી કરવા માટે એક બોટલ માટે એક બોટલની ઓફર આપવામાં આવી રહી છે.