Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે BJP ની ચોથી યાદી જાહેર, જાણો ઉમેદવારોના નામ

ભાજપે જમ્મુ-કાશ્મીર માટે ચોથી યાદી જાહેર કરી 6 નવા ઉમેદવારોના નામ જાહેર કર્યા BJP ની નવી યાદી સાથે 51 ઉમેદવારો જાહેર ભાજપની ચોથી યાદીમાં રવિંદર રૈના અને એજાઝ હુસૈનનો સમાવેશ Jammu and Kashmir : આજે ભાજપે (BJP) જમ્મુ-કાશ્મીર વિધાનસભા...
08:15 PM Sep 02, 2024 IST | Hardik Shah
Fourth list of BJP announced for Jammu and Kashmir Assembly

Jammu and Kashmir : આજે ભાજપે (BJP) જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાની ચોથી યાદી (Fourt List) જાહેર કરી છે. આ યાદીમાં 6 નવા ઉમેદવારો (6 new candidates) ના નામ નોંધાવવામાં આવ્યા છે, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિંદર રૈના (BJP state president Ravinder Raina) નું નામ પણ સામેલ છે. લાલ ચોક બેઠક (Lal Chowk seat) માટે એન્જિનિયર એજાઝ હુસૈનને ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે, પાર્ટી દ્વારા અત્યાર સુધી 51 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો

ભાજપની નવી યાદી (BJP New List) અનુસાર, નૌશેરા બેઠક પરથી રવિંદર રૈના, ઇદગાહ બેઠક પરથી આરીફ રાજા, લાલ ચોકથી એજાઝ હુસૈન, ખાનસાહિબ બેઠક પરથી ડૉ. અલી મોહમ્મદ મીર, ચારાર-એ-શરીફમાંથી ઝાહિદ હુસૈન અને રાજૌરી (ST) બેઠક પરથી વિબોધ ગુપ્તાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 18મી સપ્ટેમ્બરના રોજ શરૂ થશે, જે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબર 2024 એમ ત્રણ તબક્કામાં યોજાશે. મતગણતરી 8 ઑક્ટોબરે થશે. આ વર્ષે, કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર આ રાજ્યમાં ચૂંટણી યોજાઈ રહી છે.

2014ની ચૂંટણીની સ્થિતિ

2014માં થયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે (BJP) 25 બેઠકો જીતી હતી. હાલ, પાર્ટી કોંગ્રેસના પડકારનો સામનો કરી રહી છે, જે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરી રહી છે, ખાસ કરીને જમ્મુ વિસ્તારમાં, જ્યાં 2014થી ભાજપનો ગઢ છે.

આ પણ વાંચો:  BJP એ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 44 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Tags :
Article 370 ImpactBJPBJP Candidate ListBJP Jammu and Kashmirbjp jammu kashmir presidentCharar-e-SharifCongress National Conference AllianceElection Results DateEngineer Ejaz HussainFourth List BJP CandidatesFourth list of BJP announcedGujarat FirstHardik ShahIdgah ConstituencyJammu and KashmirJammu and Kashmir AssemblyJammu Kashmir Assembly Elections 2024Jammu Kashmir Election DatesJammu Kashmir Political UpdateLal ChowkNaushera ConstituencyRajouri ST ConstituencyRavinder Raina BJPravindra raina
Next Article