Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે BJP ની ચોથી યાદી જાહેર, જાણો ઉમેદવારોના નામ

ભાજપે જમ્મુ-કાશ્મીર માટે ચોથી યાદી જાહેર કરી 6 નવા ઉમેદવારોના નામ જાહેર કર્યા BJP ની નવી યાદી સાથે 51 ઉમેદવારો જાહેર ભાજપની ચોથી યાદીમાં રવિંદર રૈના અને એજાઝ હુસૈનનો સમાવેશ Jammu and Kashmir : આજે ભાજપે (BJP) જમ્મુ-કાશ્મીર વિધાનસભા...
જમ્મુ કાશ્મીર વિધાનસભા માટે bjp ની ચોથી યાદી જાહેર  જાણો ઉમેદવારોના નામ
  • ભાજપે જમ્મુ-કાશ્મીર માટે ચોથી યાદી જાહેર કરી
  • 6 નવા ઉમેદવારોના નામ જાહેર કર્યા
  • BJP ની નવી યાદી સાથે 51 ઉમેદવારો જાહેર
  • ભાજપની ચોથી યાદીમાં રવિંદર રૈના અને એજાઝ હુસૈનનો સમાવેશ

Jammu and Kashmir : આજે ભાજપે (BJP) જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાની ચોથી યાદી (Fourt List) જાહેર કરી છે. આ યાદીમાં 6 નવા ઉમેદવારો (6 new candidates) ના નામ નોંધાવવામાં આવ્યા છે, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિંદર રૈના (BJP state president Ravinder Raina) નું નામ પણ સામેલ છે. લાલ ચોક બેઠક (Lal Chowk seat) માટે એન્જિનિયર એજાઝ હુસૈનને ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે, પાર્ટી દ્વારા અત્યાર સુધી 51 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો

ભાજપની નવી યાદી (BJP New List) અનુસાર, નૌશેરા બેઠક પરથી રવિંદર રૈના, ઇદગાહ બેઠક પરથી આરીફ રાજા, લાલ ચોકથી એજાઝ હુસૈન, ખાનસાહિબ બેઠક પરથી ડૉ. અલી મોહમ્મદ મીર, ચારાર-એ-શરીફમાંથી ઝાહિદ હુસૈન અને રાજૌરી (ST) બેઠક પરથી વિબોધ ગુપ્તાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Advertisement

ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 18મી સપ્ટેમ્બરના રોજ શરૂ થશે, જે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબર 2024 એમ ત્રણ તબક્કામાં યોજાશે. મતગણતરી 8 ઑક્ટોબરે થશે. આ વર્ષે, કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર આ રાજ્યમાં ચૂંટણી યોજાઈ રહી છે.

2014ની ચૂંટણીની સ્થિતિ

2014માં થયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે (BJP) 25 બેઠકો જીતી હતી. હાલ, પાર્ટી કોંગ્રેસના પડકારનો સામનો કરી રહી છે, જે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરી રહી છે, ખાસ કરીને જમ્મુ વિસ્તારમાં, જ્યાં 2014થી ભાજપનો ગઢ છે.

Advertisement

આ પણ વાંચો:  BJP એ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 44 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Tags :
Advertisement

.